મહેસાણા જિલ્લામાં દારૂ- જુગારની બદી પર રોક લગાવવા અને આ બાબતે ઠોસ કાર્યવાહી કરવા ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ સ્થાનિક ગુના શોધક શાખાના જાંબાજ મહિલા ઇન્ચાર્જ પીઆઇ રોમાં ધડુકને સુચના આપતા તેઓએ આ બાબતે અસરકારક કામગીરી કરવા માટે પોતાની સેનાને સાબદી કરી અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા કવાયત હાથ ધરી છે. જેના ફળ સ્વરૂપે ખેરાલુ તાલુકાના માધુગઢ ગામે એલસીબીની ટીમે દરોડો પાડીને ખેતરમાં જુગાર રમતા મહેસાણા જિલ્લાના પાંચ અને બનાસકાંઠા જિલ્લાના બે એમ કુલ સાત ખેલીઓને રોકડ રકમ, swift કાર, મોબાઈલ ફોન સહિતના કુલ 3.37 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડીને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરતા જુગારી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મહેસાણા જિલ્લામાં દારૂ- જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સામે કાનૂની પગલા ભરી ગેર કાનૂની વૃતિને ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાના આદેશનું પાલન કરવા એલસીબીનીના બાહોશ પીએસઆઇ એમડી ડાભી પોતાની કર્તવ્ય નિષ્ઠ ટીમના હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ, કિરણજી લાલાજી, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ અને અજયસિંહને લઈને ખેરાલુ તાલુકામાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. જે સમય દરમિયાન રાજેન્દ્રસિંહ અને અક્ષયસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, માધુગઢ ગામે રહેતો ગમાજી જીવણજી ઠાકોર પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે. જેથી પોલીસે બાતમીના સ્થળે દરોડો પાડી અહીં જુગાર રમતા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના સાત લોકોને પકડી પાડીને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નથી કાર્યવાહી કરી હતી.
(૧) રોકડ રકમ 26,870, (૨) મોબાઈલ નંગ ચાર, કિ.રૂ. 1000 (૩) swift કાર કિ.રૂ. ત્રણ લાખ, ગંજી પાના અને પ્લાસ્ટિકના કોઇલ સહિત કુલ રૂ. 3,37,870 નો મુદ્દા માલ હસ્તગત કર્યો હતો.