Apna Mijaj News
હોતી હૈ.... ચલતી હૈ...!

વિસનગર પાલિકામાં આવા નંગ ભર્યા છે!

વિસનગર પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેનની ભૂલ કે પછી તેમનામાં શિક્ષણ અને જાણકારીનો અભાવ?
એકમાત્ર પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડીને ચૂંટાઈ આવતા લોકોમાં કંઈ ભલીવાર હોતો નથી તેનુ ઉદાહરણ
જનતા પણ એવી જ છે જે એકમાત્ર પક્ષને જુએ છે પાત્રને જોઈને અમૂલ્ય મતદાન કરે તો આવા નંગ ન મળે
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
   વિસનગર નગરપાલિકામાં ભાજપ પક્ષમાંથી ચૂંટાઈને શિક્ષણ સમિતિના ચેરમેન બની ગયેલા મનીષ બારોટના જીવનમાં શિક્ષણ કે પછી જાણકારીનો અભાવ હોય તેવું તેમના મોબાઈલ સ્ટેટસમાં મુકાયેલા આજના 76માં ગણતંત્ર દિવસના સ્ટેટસ ઉપરથી તેમનું ખુદનું પણ ‘સ્ટેટસ’ દેખાઈ આવે છે. કોઈ એક પક્ષમાં વર્ષો સુધી કાર્યકર રહી ઉપરી નેતાઓની ખુરશીઓ સાફ કરીને પક્ષની ટિકિટ લઈ ચૂંટણી લડીને અઠેકઠે ચૂંટાઈ આવતા કહેવાતા નેતાઓની સંખ્યા રાજ્યમાં ઓછી નથી. વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં પણ સંભવત એવું જ કંઈક થયું હોય તેનો પુરાવો આજના ગણતંત્ર દિવસે મળી ગયો છે.

   વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પક્ષ વતી ચૂંટાઈ આવેલા વોર્ડ નં.૬ના નગરસેવક મનીષ બારોટને પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેનનું મહત્વનું પદ આપવામાં આવ્યું છે. વોર્ડ નં.૬ના મતદારોએ પાલિકાની ચૂંટણીમાં તેમને સારા મતદાનથી ચુંટી કાઢ્યા છે. જેમની કાર્યક્ષમતા જોઈને પાલિકાના શાસકોએ પણ તેમને શિક્ષણ સમિતિનું પદ આપ્યું છે.
    જોકે, શિક્ષણ સમિતિના એ ચેરમેન મનીષ બારોટનું ખુદનો શિક્ષણ સ્તર તેમજ જનરલ નોલેજ કેટલું છે એ તો તેવો જ જાણે અથવા તો તેમને મત આપીને ચૂંટી કાઢનાર મતદારો જાણતા હશે. એથી વિશેષ તો તેમને શિક્ષણ સમિતિના ચેરમેનનું પદ આપનાર પાલિકાના અતિ હોશિયાર ગણાતા શાસકો જરૂર જાણતા હશે.

     આજે ગણતંત્ર દિવસના દિવસે શિક્ષણ સમિતિના ચેરમેને પોતાના whatsapp સ્ટેટસમાં તેમના ઓળખીતા, જાણીતા લોકોને ‘સ્વતંત્રતા દિવસ’ની શુભેચ્છા આપતું તિરંગા ધ્વજથી સુશોભિત ટેટસ મૂક્યું છે. એટલે હવે એ સ્ટેટસ જે કોઈ લોકોએ જોયું છે તે લોકો એમાંથી પણ હોશિયાર લોકોએ શિક્ષણ સમિતિના ચેરમેનનું ‘સ્ટેટસ’ પારખી લીધું છે.

     હવે વાત એવી છે કે લોકો એમ કહી રહ્યા છે કે પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેનને લગભગ ખબર નથી કે આજે ગણતંત્ર દિવસ છે સ્વતંત્રતા દિવસ નથી. સંભવત એવું બને કે શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ બારોટે ઉતાવળમાં કોઈ ભૂલ કરી હોય અથવા તો તેમનામાં શિક્ષણનો અને જાણકારીનો અભાવ હોય કે આજનો દિવસ શું છે? પરંતુ આ વાત માન્યામાં આવતી નથી. કારણ કે ગણતંત્ર દિવસની ઉજવણી માટે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાભરમાં તૈયારીઓ ચાલી રહી છે. વિસનગર પાલિકાનું તંત્ર પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે તૈયારી કરી રહ્યું હશે. સંભવત એ તૈયારી શિક્ષણ સમિતિના ચેરમેનના ધ્યાનથી બહાર રહી હશે અને એટલે જ તેઓએ પોતાના whatsapp સ્ટેટસમાં બુદ્ધિનો પ્રદર્શન કર્યું હોવાની ચર્ચા સમગ્ર વિસનગર શહેરમાં થઈ રહી છે.
મતદાતાઓના કીમતી મત ખોટી જગ્યાએ પડ્યા હોવાની અનુભૂતિ
   વિસનગર પાલિકાના વોર્ડ નં. 6ના મતદાતાઓએ પોતાના કીમતી મત મનીષ બારોટ જેવા વ્યક્તિને આપી તેમના જન પ્રતિનિધિ બનાવ્યા છે. ચૂંટાઈ આવ્યા પછી પાલિકા શાસકોએ તેમને શિક્ષણ સમિતિના ચેરમેન જેવા મહત્વના પદ પર બિરાજમાન કર્યા છે. પરંતુ જે ચેરમેનને સામાન્ય સામાન્ય જ્ઞાન નથી કે આજે સ્વતંત્રતા દિવસ છે કે પછી ગણતંત્ર દિવસ? એ શિક્ષણ સમિતિનો ચેરમેન પાલિકાની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારું શિક્ષણ મળી રહે તે દિશામાં કઈ રીતે કામ કરતા હશે? લોકો તો એમ પણ કહે છે કે પાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જો પોતાના શિક્ષણ સમિતિના ચેરમેનનું સ્ટેટસ જુએ તો તેઓ પણ કહી શકે કે ચેરમેન સાહેબ આજે સ્વતંત્રતા નહીં ગણતંત્ર દિવસ છે. જો શિક્ષણ સમિતિના ચેરમેનને ગણતંત્ર દિવસના આટલા પ્રચાર- પ્રસાર પછી પણ ખબર ન હોય કે આપણે કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ તો તો એ મતદારોને પણ એમ થતું હશે કે આપણે આપેલા મત કોઈ ઠોઠિયાને પડ્યા છે.
જિલ્લાભરમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ ચાલી, પ્રચાર- પ્રસાર થયાં પણ શિક્ષણ ચેરમેનનીના પહોંચી
   મહેસાણા જિલ્લા કલેકટરથી લઈ મોટાભાગની સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ, શૈક્ષણિક સંસ્થાઓમાં 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી માટેની દિવસોથી તૈયારી ચાલી રહી છે અને એ માટે પ્રચાર- પ્રસાર પણ પુર જોશમાં કરવામાં આવ્યો છે. તેમ છતાં વિસનગર પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેનની સમજણ બહુ લાંબી નહીં પહોંચી હોય તેવું તેમના whatsapp સ્ટેટસ પરથી જણાઈ આવે છે. જોકે વિચારવાનું તો મતદાતાઓ અને પાલિકાના શાસકોએ છે કે આવા ને આવા નંગ જો સત્તા ઉપર બેસે તો પછી વિદ્યાર્થીઓ અને શિક્ષણ સંસ્થાઓનું સ્તર ઉંચે ચડશે કે પછી જમીન પર જ રહેશે?

Leave a Comment

error: Content is protected !!