Apna Mijaj News
અપરાધ

એકતરફી પ્રેમની ઘેલછામાં કોચિંગમાંથી પરત ફરી રહેલી સગીરાની માથામાં ગોળી મારી હત્યા

ઉત્તર પ્રદેશના ભદોહીના સુરવાયા વિસ્તારમાં બુધવારે એક 15 વર્ષની છોકરીની માથામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

અનુરાધા બિંદ તેની પિતરાઈ બહેન નિશા સાથે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપી અરવિંદ વિશ્વકર્મા (ઉ.વ.22)એ તેના માથામાં ગોળી મારી દીધી હતી. પોલીસે જણાવ્યું કે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવક યુવતીના પ્રેમમાં હતો, પરંતુ યુવતીને એવો કોઈ વિચાર નહોતો. પોલીસ અધિક્ષક અનિલ કુમારે જણાવ્યું હતું કે સંબંધનો પ્રસ્તાવ નકારવા બદલ તેના પર ગુસ્સે થયા બાદ આરોપીએ તેને ગોળી મારી દીધી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, એકતરફી પ્રેમમાં હત્યાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ ઝારખંડના દુમકાથી પણ આવા જ સમાચાર આવ્યા હતા. અહીં એકતરફી પ્રેમમાં યુવતીને જીવતી સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. ખરાબ રીતે સળગી ગયેલી યુવતીએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેણે લગ્નની ના પાડી દીધી હતી. જેનાથી નારાજ યુવકે પેટ્રોલ છાંટીને સળગાવી દીધું હતું. આ ઘટના બાદ આરોપી ફરાર છે અને તેની શોધ ચાલુ છે.

આ ઘટના જારમુન્ડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાલકી પંચાયતના ભરતપુર ગામમાં બની હતી. જ્યાં મારુતિ કુમારી નામની યુવતીને તેના પરિણીત પ્રેમી રાજેશ રાઉતે ગઈકાલે રાત્રે પેટ્રોલ નાખીને સળગાવી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દુમકા પોલીસ આરોપીઓને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. આ ઘટનામાં પીડિતા 70 ટકા સુધી દાઝી ગઈ હતી.

Related posts

સુરત: 8 જાન્યુઆરીએ થયેલો હત્યાનો ભેદ ઉકેલાયો, ડીંડોલી પોલીસે કરી બેની ધરપકડ

Admin

ખેરાલુના માધુગઢમાં એલસીબી ત્રાટકી

ApnaMijaj

વ્યાજખોરો વિરૂધ્ધમાં પોલીસનો લોક દરબાર યોજાયો, ત્રણ વ્યક્તિઓએ વ્યાજખોરોના ત્રાસની કરી ફરિયાદ

Admin

Leave a Comment

error: Content is protected !!