Apna Mijaj News
આરોગ્ય

કલોલના ડાયાલિસિસ સેન્ટરમાં ખુશીની પલો…

બે વર્ષમાં 65 દર્દીઓ માટે કુલ ૪,૭૭૦ ડાયાલિસિસ કરવામાં આવ્યાં

કલોલના સીએચસી કેન્દ્રમાં કાર્યરત ડાયાલિસિસ સેન્ટરને બે વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી

અમદાવાદ સ્થિત આઈકેડી હોસ્પિટલ સંચાલિત સેન્ટર ડાયાલિસિસ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું

ધારાસભ્ય, સીએચસીના સુપ્રિટેન્ડન્ટ, દર્દીઓની હાજરીમાં કેક કાપીને સેન્ટરની ઉજવણી કરાઈ

કલોલ: અપના મિજાજ ન્યુઝ

       કલોલના સીએચસી કેન્દ્રમાં કાર્યરત અમદાવાદની કિડની હોસ્પિટલ સંચાલિત નિ:શુલ્ક ડાયાલિસિસ સેન્ટરને બે વર્ષ પૂર્ણ થતા સેન્ટરમાં કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી કાર્યરત તદ્દન મફત ડાયાલિસિસ સેન્ટરમાં 65 દર્દીઓને કુલ ૪,૭૭૦ ડાયાલિસિસ કરવામાં આવ્યાં આવ્યા છે. જેમાંના પાંચ દર્દીઓએ કિડની ટ્રાન્સપ્લેન પણ કરાવેલી છે. સેન્ટરની બે વર્ષની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ડાયાલિસિસનો લાભ લેનારા દર્દીઓએ પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા. નોંધનીય છે કે કિડનીના દર્દીઓ માટે કલોલનું ડાયાલિસિસ સેન્ટર આર્શીવાદરૂપ સાબિત થયું છે.

              કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત અમદાવાદના આઈ કેડી હોસ્પિટલ સંચાલિત નિશુલ્ક ડાયાલિસિસ સેન્ટરને બે વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી (બકા જી) પુંજાજી ઠાકોરના હસ્તે કેક કાપવામાં આવી હતી. ઉજવણી કાર્યક્રમમાં સામૂહિક કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ ડૉ. ભાવિકાબેન ગામીત, અમદાવાદની કિડની હોસ્પિટલના રીનલ હેલ્થ ઓફિસર એચપી પરમાર, ડાયાલિસિસ સેન્ટરના ઇન્ચાર્જ વિજય મિસ્ત્રી, સ્થાપના વિરાજ બેન તેમજ જયરાજ સહિત સેન્ટરમાં ડાયાલિસિસની સેવા લેનાર દર્દીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે રાજ્ય સરકારે કિડનીના દર્દીઓ માટે રાજ્યભરમાં ડાયાલિસિસની મફત સેવા શરૂ કરી છે. જેને એ વન ડાયાલિસિસ પ્રોગ્રામ નામ આપીને કિડનીના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેનો મોટા પ્રમાણમાં દર્દીઓ લાભ લઈ રહ્યા હોવાની વિગતો કલોલ ડાયાલિસિસ સેન્ટરના ઇન્ચાર્જે આપી હતી.

Related posts

અમદાવાદમાં વકર્યો રોગચાળો – 30 દિવસમાં 5800 વાયરલ તાવના કેસો, રોજ 1500ની ઓપીડી

ApnaMijaj

યોગ ટીપ્સ: નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા? છુટકારો મેળવવા માટે આ યોગ કરોયોગ ટીપ્સ: નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા? છુટકારો મેળવવા માટે આ યોગ કરો

Admin

કલોલમાં મેઘા નિ:શુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પ

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!