સંજય જાની અપના મિજાજ ન્યુઝ અમદાવાદ
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગાંધીનગર આયુષ કચેરી ના નિયામક તેમજ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનથી કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે વૃક્ષારોપણ તેમજ મેઘા નિશુલ્ક આયુષ્ય નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડાયાબિટીસ આહાર વિહાર માર્ગદર્શન અને સારવાર, સ્ત્રી રોગમાં નિ:સંતાન પણું, માસિક અને સફેદ પાણીની સમસ્યા, બાળકોમાં તમામ રોગોની સારવાર અને માર્ગદર્શન ઉપરાંત માથે ટાલ પડવી તેમજ ચામડીને લગતા તમામ રોગો અંગે માર્ગદર્શન અને સારવાર, ખાસ કરીને તમામ રોગોમાં આર્યુવેદિક અને હોમીઓપેથીક માર્ગદર્શન અને સારવાર તેમજ પંચકર્મની ઓપીડી કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખાના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કોરોના સંબંધિત નિયમોના પાલન સાથે વનસ્પતિ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ સહિત રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.