Apna Mijaj News
"એકતાનો રંગ"

મારવાડી મહિલાની મહેનતે ‘મોજ’ કરાવી

અખિલ ભારતીય મારવાડી મહિલા સમિતિ દ્વારા કરાયું એવું કામ કે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ બોલી ઉઠી વાહ ક્યા બાત હૈ!

અમદાવાદના ચાંદખેડા ‘ઉડાન’ શાખાના અધ્યક્ષ રેણુ ચૌહાણના નેતૃત્વમાં હોળી ઉત્સવ ઉજવાયો: મહિલાઓ ખુશીથી ઝૂમી ઊઠી

માત્ર મહિલાઓ માટે આયોજિત કાર્યક્રમમાં અલગ અલગ રમોત્સવ પણ ઉજવાયો

• કૃષ્ણ- રાધાના પરિવેશમાં મહિલાઓએ પ્રેમ ગીતો ગાઈને રંગોત્સવ પણ મનાવ્યો

ફિલ્મી ગીતોની ધૂન પર નૃત્ય કરી મહિલાઓ ખુશ ખુશાલ થઈ, સામૂહિક ભોજન પણ કર્યું

• 35 જેટલી મહિલાઓએ પારંપરિક પહેરવેશમાં, આધુનિક યુગને સાંકળીને આનંદ મનાવ્યો

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની

        અખિલ ભારતીય મારવાડી મહિલા સમિતિના ગુજરાત પ્રદેશ વિભાગની અમદાવાદના ચાંદખેડા સ્થિત ‘ઉડાન’ શાખાના ઉત્સાહી અધ્યક્ષ રેણુબેન ચૌહાણ દ્વારા હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના એક ખાનગી કાફેમાં આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ ભરમાંથી 35 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં રંગોત્સવ, રમોત્સવ સાથે મહિલાઓએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી પારંપરિક તેમજ આધુનિક પહેરવેશને સાંકળીને ફિલ્મી ગીતોની ધૂન પર નૃત્ય કરી આનંદોત્સવ મનાવ્યો હતો. મારવાડી સમાજની મહિલાઓ એકબીજાથી પરિચિત થાય, સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ એકબીજા સાથેના સંવાદથી પોતાનો અને પરિવારનો સર્વાંગી વિકાસ કઈ રીતે કરી શકાય તે અંગેના વાર્તાલાપથી સામૂહિક ભોજન આરોગીને કાર્યક્રમમાં ખુશીના રંગ ભરી સમાજ અને મહિલાઓના ઉત્થાનની ચર્ચા સાથે હોળી મહોત્સવ રંગે ચંગે ઉજવ્યો હતો.

        અખિલ ભારતીય મારવાડી મહિલા સમિતિના ગુજરાત પ્રદેશ વિભાગની અમદાવાદના ચાંદખેડા સ્થિત ‘ઉડાન’ શાખાના ઉત્સાહી અધ્યક્ષ રેણુબેન ચૌહાણ દ્વારા આયોજિત હોળી મહોત્સવમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મારવાડી સમાજની વિવિધ જ્ઞાતિઓની મહિલાઓ એકત્રિત થાય અને એકબીજા સાથે પરિચય કેળવી ગુજરાત પ્રદેશમાં સંબંધોને ગાઢ બનાવે તેમજ સામાજિક અને પારિવારિક રીતે ઉત્કૃષ્ટ કામગીરી થકી સમાજ અને પારિવારિક ઉત્થાન માટે મહત્વનો ભાગ કઈ રીતે ભજવી શકાય તે અંગે મહિલાઓએ પોતપોતાના વિચારો થકી એકબીજા સાથે વાર્તાલાપ કરી મનોમંથનના સથવારે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. એટલું જ નહીં મહિલાઓએ અહીં મન મૂકીને પોતાના હૈયાની વાતો એકબીજાને પીરસીને આજના ઝડપી યુગમાં સફળ લોકો સામે ટકી રહેવા કેવા કાર્યક્રમો અને કાર્યો કરવા જોઈએ તે અંગે પણ ચર્ચા કરી હતી.

        કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલી 35 જેટલી મહિલાઓએ પારંપારિક તેમજ આધુનિક યુગના વસ્ત્રો પરિધાન કરી આજની મહિલાઓ તમામ રીતે સક્ષમ છે તે પુરવાર કરી આપ્યું હતું. ‘ઉડાન’ ચાંદખેડા શાખાના પ્રમુખ રેણુબેન ચૌહાણ આયોજિત કરેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી મહિલાઓએ રાધા- કૃષ્ણના વેશ સજીને ભક્તિ ગીતો ગાઈને મેગા સીટી અમદાવાદના ખાનગી કાફેને વૃંદાવનમાં પરિવર્તિત કરી દીધો હતો. એટલું જ નહીં મહિલાઓએ સંગીત ખુરશી જેવી અનેકવિધ રમતો રમીને એકબીજાને મનોરંજન પૂરું પાડ્યું હતું. સાથો સાથ તમામ મહિલાઓએ હોળી ઉત્સવ ઉજવી એકબીજા પર વિવિધ રંગો છાંટીને હોળી ગીતો તેમજ ફિલ્મી ગીતો પર ડાન્સ કરી જીવન જીવવાની મજા લીધી હતી. જોકે આગામી સમયમાં પણ રેણુબેન ચૌહાણની આગેવાનીમાં મહિલાઓ અને બાળકો માટે વિવિધ ક્ષેત્રમાં કેવા સારા કાર્યો કરી શકાય છે તે અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જેને અમલમાં મૂકીને આગામી કાર્યક્રમો ઘડી કાઢવા પણ આયોજન કરવામાં આવ્યા છે.

Related posts

આદર્શ આચાર સંહિતાનો ભંગ અટકાવવા પ્રયાસ

ApnaMijaj

મારવાડી સમાજની આ મહિલાએ ‘સંસ્કારો’ દીપાવ્યા

ApnaMijaj

અમદાવાદમાં જામી, “અચો,અચો કી અયો..!?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!