વર્ષ 1992માં વાપી જીઆઇડીસીની આઇ.સી.ટો. કેમિકલ કંપનીના કમ્પાઉન્ડના રૂમમાંથી પોલીસે એક તોલા અફીણ સાથે આરોપી છોટેલાલ પ્રધ્યુમન દુબેની ધરપકડ કરી હતી. જે બાદ પૂછપરછમાં આ જથ્થો તેને તેના કાકાના દીકરા ભાઇ દયાનંદ મેવાલાલ દુબેએ આપ્યાની આરોપીએ કબૂલાત કરી હતી. જેને લઇ પોલીસ તેના વતન મધ્યપ્રદેશ ખાતે તપાસ કરતા તે મળી આવ્યો નહોતો જો કે તે બાદ હાલમાં 2023માં 31 વર્ષે SOG ની ટીમે આ નાસતા ફરતા આરોપીને છેક હરિયાણાથી ઝડપી લઈ 31 વર્ષે ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં એસઓજી પીઆઇ જે.એન. ગોસ્વાનીના માર્ગદર્શન મુજબ એએસઆઇ વિક્રમભાઇ મનુભાઇ રાઠોડએ બાતમી આધારે હરિયાણા પુરાની અનાજ મંડી પહોંચી વોન્ટેડ આરોપી દયારામ દુબેની 31 વર્ષ બાદ 58 વર્ષની ઉંમરે પોલીસે ધરપકડ કરી હતી. જેને વાપી લાવી વધુ તપાસ માટે જીઆઇડીસી પોલીસને સુપ્રત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અફીણ ની હેરાફેરીમાં સંડોવાયેલા આ ઇસમની જે તે સમયે ઉંમર 28 વર્ષ હતી. જે હવે 58 વર્ષની થઈ છે. આ 31 વર્ષમાં તેમણે બીજા અન્ય કેટલા ગુન્હા કર્યા છે. ક્યાં ક્યાં ગુન્હામાં સંડોવણી છે તે તમામ પ્રવુતિ અંગે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.