પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડામાં ૩ દિવસની અંદર કુલ ૬ ડિલિવરી થઈ જેમાં ૩ સગર્ભા અતિજોખમી હતી જેમને સરકારની નમોશ્રી યોજનાનો લાભ અપાવ્યો
• ડભોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિહેવ નિધિબેન દ્વારા સતત સગર્ભાઓની સ્થિતિનું નિરીક્ષણ-માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
મહેસાણા : અપના મિજાજ ન્યુઝ, હેમલતા પારેખ (માહિતી કચેરી)
ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે તેમાંની એક યોજના “નમોશ્રી” યોજના હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડાના મેડિકલ ઓફિસર ડૉ. ભાર્ગવ પ્રજાપતિના સુપરવીઝન હેઠળ ડભોડા ફિહેવ નિધિબેન પ્રજાપતિ અને આશાબહેનોના પ્રયાસથી આજે છેલ્લા ૩ દિવસની અંદર કુલ ૬ ડિલિવરી થઈ જેમાં ૩ સગર્ભા અતિજોખમી હતી. જેમને સરકારની નમોશ્રી યોજનાનો લાભ પણ અપાવવામાં આવ્યો છે.
સગર્ભા બહેનો તેમજ માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમોશ્રી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ડભોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિહેવ નિધિબેન દ્વારા સતત ફોલોઅપના લીધે 5 લાભાર્થી સગર્ભા બહેનો સરકારી GMERS વડનગર ખાતે રીફર કરીને 5 સગર્ભા બહેનોના અંદાજે 3 લાખ રૂપિયાની બચત થતા લાભાર્થીઓના પરિવારમાં ખુશી જોવા મળી હતી.આ તમામ સગર્ભા બહેનોને સતત ફોલોઅપ નિધિબેન ફિહેવ દ્વારા લેતા સફળ પ્રસુતિઓ થઈ હતી. ઠાકોર મીનાબેન જયંતીજી ડભોડાના વતની પ્રથમપારા ઉંમર 24 વર્ષ છે. જેમને ફિહેવ નિધિબેનની સમયસુચકતાથી સગર્ભાને વડનગર ખાતે ડિલિવરી માટે રીફર કર્યા,બીપી હાઈ થતા ICUમાં એડમિટ કરવા પડ્યા હતા. જેમને ડિલિવરી થઈ ગઈ અને બાબાનો જન્મ થયો અને એમનું વજન 2.5 કિલો ગ્રામ હતું.
અન્ય સગર્ભા ઠાકોર સૂર્યાબેન પ્રકાશજી ઉંમર 26 વર્ષ છે અને ડભોડાના વતની છે જેઓને ઘરે ફિહેવ નિધિબેન દ્વારા બીપી અને એડેમાની તપાસ કરતા હાઈ જોવા મળેલ જેઓને તાત્કાલિક ડભોડાની એમ્બ્યુલન્સ મારફતે GMERS વડનગર ખાતે રીફર કરેલ અને ઇમર જન્સીમાં CS કરેલ છે અને બાબો 2.5 કિલો વજન સાથે માતા અને બાળક તંદુરસ્ત છે. ડભોડાના વતની ઠાકોર ભગીબેન જસવંતજી ઉંમર 27 વર્ષ જેઓની બીજી પારામાં બાબો આવ્યો અને વજન 3 કિલો. 200 ગ્રામ વજન સાથે નોર્મલ ડિલિવરી થયેલ છે.
ડભોડાના વતની ઠાકોર શિલ્પાબેન ગોવાજી ઉંમર 25 વર્ષ જેઓની અતિ જોખમી સગર્ભામાં BMI 17થી ઓછો હતો. વજન પણ 6 માસે 42 કિલોથી ઓછો હતો બીજી પારામાં બાબો જે વજન 2.5 કિલો જેઓને CS સાથે લેપ્રો કરાવેલ છે. આ સગર્ભાઓને નમોશ્રી યોજના લાભ ફિહેવ નિધિબેન અને આશાબેન દ્વારા આપવામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસ્મીન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.પી કાપડિયા અને ડૉ. જી. બી. ગઢવી (ADHO મહેસાણા )ના માર્ગદર્શન હેઠળ તાલુકા લાઈઝન ઓફિસર ડૉ. વિનોદભાઈ પટેલ (EMO મહેસાણા ) અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અલ્કેશ શાહના સઘન દેખરેખ આ સારવાર કરવામાં આવેલ છે એમ ખેરાલુ SBCC મેમ્બર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું.