ફતેપુરા તાલુકાના ભીચોર ગામે થી ગાંગડ તલાઈ કન્યાને દાગીના પહેરાવવા જતા સમયે ભિચોર ગામે વળાંકમાં ટ્રેક્ટરે પલટી મારતાં બે મહિલાઓના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે 21 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ફતેપુરા સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.જે પૈકી ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે દાહોદ ખાતે ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ બપોરના 2:00 વાગ્યાના અરસામાં ભિચોર ગામેથી કન્યાને દાગીના પહેરાવવા માટે રાજસ્થાનના ગાંગડ તલાઈ ગામે ટ્રેક્ટરમાં સવાર થઈ 25 જેટલા મહિલા તથા પુરુષો જઈ રહ્યા હતા.તેવા સમયે ટ્રેક્ટરના ચાલકે ભિચોર ગામે વળાંકમાં પોતાના કબજાના ટ્રેક્ટરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પઉપરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જેમાં સવાર(,1) મનીબેન વાઘાભાઈ મછાર ઉંમર વર્ષ 55 રહે.નાના બોરીદા (2)બારીયા વિછલીબેન નાનજીભાઈ ઉંમર વર્ષ 65 રહે.ભિચોર(3)કિંજલબેન દિનેશભાઈ પારગી ઉંમર વર્ષ 16(4)અબજીભાઈ ચુનીયાભાઈ સુવર ઉંમર વર્ષ 50 (5)સુરતાબેન વસંતભાઈ બારીયા ઉંમર વર્ષ 26(6)મિતલબેન સરદારભાઈ બારીયા ઉંમર વર્ષ 18(7)સરદારભાઈ ચમનાભાઈ બારીયા ઉંમર વર્ષ 50(8)શર્માબેન ગૌતમભાઈ બારીયા ઉંમર વ 16(9)લતાબેન રાજેશભાઈ પારગી ઉંમર વર્ષ 38(10)કવિતાબેન તેરસિંગ ભાઈ બારીયા ઉંમર વર્ષ 35 તમામ રહે.ભિચોર(11) રેખાબેન શૈલેષભાઈ પારગી ઉંમર વર્ષ 25 રહે. ઢઢેલા(13)તેરસિંગભાઈ ચમનાભાઈ બારીયા ઉમર વર્ષ 40(14) નાનજીભાઈ ખાતરાભાઈ બારીયા ઉંમર વર્ષ 50(15) રમણભાઈ કાળુભાઈ પારગી ઉંમર વર્ષ 35(16)ચંદ્રિકાબેન રમેશભાઈ ડામો= ઉંમર વર્ષ 18 (17)નાથુભાઈ ભલાભાઇ પારગી ઉંમર વર્ષ 42 તમામ રહે. ભિચોર(18)સંગીતાબેન બાબુભાઈ ચારેલ ઉંમર વર્ષ 19 રહે.હડમત (19)વિલાસબેન સરદારભાઈ બારીયા ઉંમર વર્ષ19 રહે.હડમત (19)વિલાસબેન સરદારભાઈ બારીયા ઉંમર વર્ષ 13(20) કાળીબેન મોહનભાઈ ડામોર ઉંમર વર્ષ 35 (21)લાલસીંગભાઇ હીરાભાઈ પારગી ઉંમર વર્ષ 80(22) મહેશભાઈ ભાથુભાઈ ડામોર ઉંમર વર્ષ 35 (23)કમળાબેન મહેશભાઈ ડામોર ઉંમર વર્ષ 33 તથા (24) શીતલબેન સરદારભાઈ બારીયા ઉંમર વર્ષ 18 નાઓને ઇજાઓ પહોંચવા પામી છે.જે પૈકી નાના બોરીદાના મનીબેન વાઘાભાઈ મછાર ઉંમર વર્ષ 55 તથા વિછલીબેન નાનજીભાઈ બારીયા ઉંમર વર્ષ 65 રહે.ભિચોરના ઓનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યુ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ફતેપુરા સરકારી દવાખાનામાં લાવી સારવાર આપવામાં આવી રહી છે.જે પૈકી વધુ ઇજાગ્રસ્તોને દાહોદ ખાતે રિફર કરવા ના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત અકસ્માત સંદર્ભે ફતેપુરા પોલીસે ઘટના સ્થળે જઈ આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.