•અમદાવાદમાં ફ્લાવર શો, પતંગોત્સવ કાર્યક્રમ પણ રદ કરી દેવાયા, રાત્રી કર્ફ્યુમાં પણ ફેરફાર થશે
•સરકાર દ્વારા નવા અને કડક નિયંત્રણો લાગુ કરવામાં આવે તેવી સંભાવના, થિયેટર, પાર્ક બંધ થશે
•લગ્ન સમારંભ, તહેવારો, સામાજિક મેળાવડા, ચાની કિટલી અને પાનના ગલ્લા પણ બંધ થવાની શક્યતા
અમદાવાદ: (અપના મિજાજ નેટવર્ક)
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થતાં સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ મોકૂફ કરી દેવાનો મોટો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો અને પતંગોત્સવ પણ રદ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના સહિતના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો એટલું જ નહીં સંત સંમેલન તેમજ સરકારના કાર્યક્રમોમાં મોટી ભીડ એકત્રિત થતા અમદાવાદ શહેર ભાજપના આગેવાનો સહિતના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. આમ જનતાને કોરોના અંગેના નીતી નિયમો બતાવતી સરકાર અને તેમનું વહીવટીતંત્ર સરકારી કાર્યક્રમોમાં એક જતી ભીડ પર કાબુ મેળવી નથી શકતી અને કોઈ નીતિ નિયમોનો અમલવારી કરતી ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગોંડલમાં યોજાયેલા સરપંચ સંમેલનની રેલીમાં કોરોના નિયમના કારણે આમ ધજાગરા ઉડાડતા જોવા મળ્યા છે. આ રેલીમાં ભાજપના નેતા અરવિંદ રૈયાણી કોરોનાના નિયમો તોડતા જોવા મળ્યા છે. સમગ્ર રેલીમાં મોટી સંખ્યામાં માનવ ભીડ અને માસ્તર સહિતના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. આ તમામ બાબતો જોતા આગામી સમયમાં રાજ્યમાં કોરા સહિતના વાયરસને લઈ મોટું પરિણામ ભોગવવું પડે તો નવાઈ નહીં. બીજી તરફ રેલી સહિતના સરકારી કાર્યક્રમો અને વહીવટીતંત્ર કયા કારણોસર મંજૂરી આપે છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
કોરોનાના સતત વધતાં કેસો ચિંતાનો વિષય છે, આ બધા પણ છેલ્લા ઘણા સમયથી રાજકીય મેળાવડા જામી રહ્યા હતા, ત્યારે હવે સરકારને પણ કોરોના સામે ઝૂકવાનો વારો આવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી ઉછાળો આવ્યો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે જેને લઈને સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણકારો, ઉદ્યોગકારો, નિવેશકો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. પરંતુ વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ સમિટના પૂર્વાધ રૂપે યોજાયેલી પ્રિ-વાયબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.
•વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં સૌથી વધુ એમઓયુ આ વર્ષે થયા હતા: રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી
રાજ્યમાં કોરોનાના કેસ વધતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગામી તા. 10, 11 અને 12માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ અંગે અધિકારીઓ અને મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરીને લોકોના હિત માટે સમિત રદ કરી દીધી હોવાનું રાજ્ય મંત્રી અને ભાજપના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું. તેઓ એમ પણ ઉમેર્યું હતું કે કોઈ અમારા ઉપર આગળ ના લગાવે એ બાબતને ધ્યાનમાં લઇ મોકુફીનો નિર્ણય લેવાયો છે.