રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સુમન ખેલકૂદ કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ’ અંતર્ગત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે બાસ્કેટ બોલનો ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો
રમત ગમત અને યુવક સેવા પ્રવૃત્તિઓ વિભાગના રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સુમન ખેલકૂદ કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ’ અંતર્ગત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે બાસ્કેટ બોલનો ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજય સરકાર અને સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરના રમતવીરો પોતાનું કૌશલ્ય દાખવવાની પૂરતી તકો પ્રાપ્ત થાય તેવા આશયથી દર મહિને બે વાર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન થકી શહેરના વિધાર્થીઓ–યુવાઓને રમતગમત ક્ષેત્રમાં કેરીયર બનાવવા તથા આગળ વધવા પ્લેટફોર્મ મળશે. સુરત શહેરના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે વિશ્વકક્ષાએ નામના મેળવે તે માટે હાઈ પર્ફોમિંગ સ્પોર્ટસ સેન્ટરની શરૂઆત કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.
આ અવસરે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમત ગમત ક્ષેત્રમાં પણ આગળ વધે અને સમગ્ર ભારત દેશમાં પોતાનું નામ રોશન કરે તે માટે સમયતારે આયોજનો કરવામાં આવે છે. વિધાર્થીઓ પોતાની મનપસંદ રમતમાં ભાગ લેશે તેઓને તે રમતના કોચ મળશે.જેથી તેઓને આગળ વધવાની તક મળશે.
બાસ્કેટ બોલ ટુનામેન્ટની શરૂ થયા બાદ આગામી દિવસોમાં ટેકવાન્ડો, જુડો, જીમાન્સ્ટીક, ટેબલ ટેનિસ, બેડમિન્ટન સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિધ્ધીઓ મેળવેલ રમતવીરો અને દિવ્યાંગ રમતવીરો સન્માન કર્યુ હતું. ત્યારબાદ તેઓએ બાસ્કેટ બોલના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના હદ વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમતનું સ્તર ઊંચુ આવે તેમજ વિદ્યાર્થીઓ પોતાના કૌશલ્ય દાખવવાની તકો પ્રાપ્ત થાય તેવા આશયથી ‘સુમન ખેલકૂદ કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ’ હેઠળ કોચીંગ કેમ્પ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, શ્રી મનુભાઈ પટેલ, ડે. મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપુત, દંડક શ્રી વિનોદભાઈ પટેલ વિવિધ સમિતિ અધ્યક્ષશ્રીઓ, સદસ્યશ્રીઓ, વિવિધ શાળાના બાળકો અને શિક્ષકો,કોચ,મિડિયાના મિત્રો ઉપસ્થિત રહયા હતા.