દેશના અર્થતંત્રમાં વપરાશી માગમાં ઊંચી વૃદ્ધિને તો તેઓ સપોર્ટ કરી જ રહ્યાં છે પરંતુ તેમની બચતને શેરબજારમાં ઠાલવી તેઓ કેપિટલ ફોર્મેશનમાં પણ જોડાઈ રહ્યાં છે. છેલ્લાં ત્રણ કેલેન્ડર્સમાં અનેક કંપનીઓને પ્રાઈમરી માર્કેટ મારફતે તેમણે મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો છે.
કેલેન્ડર 2022માં એકથી વધુ પડકારોનો દ્રઢતાપૂર્વર સામનો કરીને ભારતીય બજાર રિટર્નની બાબતમાં અવ્વલ જોવા મળ્યું હતું. તેણે યુધ્ધ, ફુગાવો, ઈન્ટરેસ્ટ રેટ્સ સહિતના પડકારોની વચ્ચે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. અલબત્ત, તેને આમ કરવામાં મુખ્ય સપોર્ટ સ્થાનિક રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી સાંપડ્યો હતો. 2023માં પણ રિટેલ ઈન્વેસ્ટર્સ ‘રાજા’ બની રહેવાનો વિશ્વાસ છે. મહામારી બાદ દેશના મૂડીબજારમાં ઝડપથી પ્રવેશેલાં મિલેનિયલ્સે શેરબજારમાં રિટેલ પાર્ટિસિપેશનને ઓલ-ટાઈમ હાઈ પર લાવી દીધું છે.
દેશના અર્થતંત્રમાં વપરાશી માગમાં ઊંચી વૃદ્ધિને તો તેઓ સપોર્ટ કરી જ રહ્યાં છે પરંતુ તેમની બચતને શેરબજારમાં ઠાલવી તેઓ કેપિટલ ફોર્મેશનમાં પણ જોડાઈ રહ્યાં છે. છેલ્લાં ત્રણ કેલેન્ડર્સમાં અનેક કંપનીઓને પ્રાઈમરી માર્કેટ મારફતે તેમણે મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો છે. તેમના કારણે જ 2022માં દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 10 કરોડનો આંક વટાવી ગઈ હતી. નવેમ્બરમાં તેમના તરફથી વિક્રમી એસઆઈપી ઈનફ્લો જોવા મળ્યો હતો. 2022 કેલેન્ડરના તમામ મહિનાઓમાં પ્રતિ માસ રૂ. 10000 કરોડથી ઊંચો ઈનફ્લો જળવાયો હતો. જેને કારણે જ બજાર એફઆઈઆની રૂ. 1.25 લાખ કરોડની વેચવાલીને આસાનીથી પચાવી શક્યું હતું. એસઆઈપી હેઠળનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 6.7 લાખ કરોડને પાર કરી ગયું છે. એસઆઈપી ઉપરાંત રિટેલે રૂ. 1.6 લાખ કરોડનું સીધું ઈક્વિટી રોકાણ કર્યું છે. એનએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓમાં તેમનો ઈક્વિટી હિસ્સો 9.5 ટકા આસપાસ 15-વર્ષોની ટોચ પર જોવા મળે છે. નવા કેલેન્ડરમાં બેંકિંગ અને રિઅલ્ટી જેવા સેક્ટર્સમાં રોકાણની તકો રહેશે. નવા કેલેન્ડરમાં રેટ સાઈકલની પીક બનશે અને તેને કારણે મેન્યૂફેક્ચરિંગ સેક્ટરને મોટી રાહત મળશે.