Apna Mijaj News
અપરાધ

અરે ઓ ‘સાંભા’ જરા નિકાલ દે દોરી.!અમદાવાદ જિલ્લા ગ્રામ્યની SOG ટીમે બે સ્થળેથી ૭ લાખની ચાઈનીઝ દોરી લપેટી

• ઉતરાયણનો તહેવાર આવતા લોકોને નુકસાન પહોંચાડતી દોરી પકડવા ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપ્યો
પોલીસે વેપારી દિપક ઉર્ફે સાંભા રાણા પાસેથી પ્રતિબંધિત દોરીના ‘૩૦૨’ રીલ કબજે લઇ ગુનો નોંધ્યો
•દસ્ક્રોઈના વિસલપુરમાંથી રૂ.૫.૪૫ લાખ ની દોરી કબજે કરી પોલીસે બે યુવા વેપારીને પકડી પાડ્યાં
અમદાવાદ: (અપના મિજાજ નેટવર્ક)

ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડવા માટે ઘાતક ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પતંગ સાથે બાંધીને ઉડાડવામાં આવતી ચાઇનીઝ દોરીએ ભૂતકાળમાં અનેક પંખીઓ અને માનવીય જિંદગીનો ભોગ લઈ લીધો છે. તો અમુક કિસ્સામાં ચાઇનીઝ દોરીથી અનેક વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયાના દાખલાઓ બની ચૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાને લઇ ચાઇનીઝ દોરી વાપરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં અમુક વેપારીઓ પોતાના અંગત સ્વાર્થ અને નફા માટે ઘાતક દોરીનું ખુલ્લેઆમ અથવા તો ચોરી છૂપીથી વેચાણ કરી રહ્યા છે. જે બાબતને ધ્યાનમાં લઇ ઉતરાયણનો તહેવાર નજીક આવતો હોઈ પોલીસ પણ ‘સાવધાન’ મુદ્રામાં આવી ગઈ છે અને પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરાઈ રહી છે.


અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અમુક વેપારીઓ ખુલ્લેઆમ અથવા તો ચોરીછૂપીથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળી છે.આથી અહીંના રેન્જ આઇજી વી. ચંદ્રશેખર અને જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. ડીબી વાળાને સૂચના આપતા તેઓએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરતા લોકોને પકડી પાડવા ખાસ કામગીરી હાથ ધરી છે. કામગીરીમાં એસ.ઓ.જી ટીમના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પરસોત્તમભાઈ અને કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ રામસિંહને ધોળકામાં દીપક ઉર્ફે સાંભા રમણભાઈ રાણા પ્રતિબંધિત ઘાતક ચાઈનીઝ દોરી વેચતો હોવાની સંયુક્ત બાતમી મળતાં પોલીસે તેને પકડી પાડીને પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં દિપક ઉર્ફે સાંભાએ પોતાની પાસે રહેલો ચાઇનીઝ સિન્થેટીક દોરીનો જથ્થો કાઢી આપ્યો હતો. પોલીસે તેની પાસેથી 302 રીલ દોરી કિંમત રૂ.1.51 લાખની કબજે કરી ધોળકા શહેર પોલીસ મથકે તેની વિરુદ્ધ ગુનો નોંધાવી કાનુની કાર્યવાહી આટોપી હતી.

જ્યારે દસ્ક્રોઇના વિસલપુર ગામે ઉત્તમ જયંતીભાઈ ઠાકોર અને ધરમ કૌશિકભાઇ ઠાકોર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની બાતમી એએસઆઈ મનુભાઈ વજુભાઈ અને કોન્સ્ટેબલ શૈલેષભાઈ દોલુભાઈને મળી હતી. આથી તેઓએ ત્યાં દરોડો પાડી ચાઈનીઝ દોરીની ૧૦૯૦ રીલ કિંમત ૫.૪૫ લાખની પકડી પાડીને બન્ને યુવાન વેપારીની અટકાયત કરી અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાવી કાનૂની કાર્યવાહી કરી હતી.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કરાયેલી આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પીઆઈ ડીબી વાળા, પીએસઆઇ એમ જી પરમાર, એમડી જયસ્વાલ, એ.એસ.આઇ બળદેવભાઈ માણેકલાલ, ભરતસિંહ ખુમાનસિંહ, પણ જોડાયા હતા.

Related posts

જુનાગઢ ઝાલણસરમા જનતાએ અને શીલમાં ફ્લાઈંગ સ્કવોડે પકડી ખનીજ ચોરી

Admin

પાટણમાં નરાધમે વિદ્યાર્થીનીને છરીના ઘા ઝીંક્યા

ApnaMijaj

સવારે ખાલી પેટ નવશેકું પાણી પીવાના ફાયદા, ઘણી બધી શારીરિક સમસ્યાઓથી છુટકારો મળે છે

Admin

Leave a Comment

error: Content is protected !!