Apna Mijaj News
તાજા સમાચારપ્રદેશરાજકીય

નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી અમલી બની, વિદ્યાર્થીઓને ઈનોવેશન માટે 5 કરોડની સહાયઅપાશે

 

• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી ખાતે એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો
•અમદાવાદમાં ICAI-2022 એક્ઝિબિશનમાં 54 યુનિવર્સિટી-સંસ્થાઓએ સ્ટોલ પ્રદર્શિત કર્યા

અમદાવાદ:

અમદાવાદની સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ-2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)નું અનાવરણ કર્યું હતું. આ એક્ઝિબિશનમાં 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસીને વધુ પાંચ વર્ષ માટે અમલમાં મુકવામાં આવી છે.

 

• 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કર્યા

એક્ઝિબિશનમાં ગુજરાત યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સ્ટિક સાયન્સ યુનિવર્સિટી, આઇ.આઇ.ટી.ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સેપ્ટ, જીટીયુ, મારવાડી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પી.આર.એલ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

• એપ્લિકેશન સેન્ટરના સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા

ઉચ્ચ શિક્ષણના પ્રકાશનો પ્રકાશિત કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તેમજ એન.સી.આર.ટી ઉપરાંત ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઇસરો, આઇ-હબના પણ સ્ટોલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં વિવિધ સંસ્થાઓ-યુનિવર્સિટીઓ દ્વારા પ્રદર્શિત કરાયેલી શૈક્ષણિક કામગીરી-પ્રવૃત્તિઓ અને તેમના આગામી આયોજનો મુલાકાતી-વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડશે.

• 5593 જેટલા અવરનેસ પ્રોગ્રામ SSIP અંતર્ગત કરાયા

પાછલાં 5 વર્ષમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાં ઇનોવેશન પ્રક્રિયા અને સ્ટાર્ટ-અપ વિશે મૂળભૂત જાગરૂકતા માટેની માહિતી આપવામાં આવી છે.રાજયભરમાં SSIP અંતર્ગત 5593 જેટલા અવરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે.SSIP એ સમગ્ર દેશમાં એકમાત્ર પોલીસી છે જેનો ઉદ્દેશ્ય મોટા પાયે વિદ્યાર્થી ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને પોષણ આપવા અને સમર્થન આપવાનો છે. છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર 1 પર છે. આ રેન્કિંગમાં, ભારત સરકારે શિક્ષણ વિભાગના SSIP દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને યોગદાનને વિશેષરૂપે સ્વીકાર્યું છે અને પ્રશંસા કરી છે.

•આપ શાહનો શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવશે

યુનિવર્સિટીઓ ઇનોવેશન માટે આગામી પાંચ વર્ષમાં 5 કરોડ સુધીનો લાભ મેળવી શકે છે.
સંસ્થાઓ ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓને ટેકો આપવા પાંચ વર્ષમાં 2 કરોડ સુધીનો લાભ
સ્ટાર્ટઅપ/ઇનોવેશન માટે મહત્તમ 10 લાખ રૂપિયા સુધીના સ્ટાર્ટઅપ્સને સીડ ગ્રાન્ટ
ઈનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને 2.5 લાખ સુધીનો સપોર્ટ.

• સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશનની ઉપલબ્ધિઓ

રાજ્યની 186 સંસ્થાઓ/યુનિવર્સિટીઓનો SSIP ગ્રાન્ટી સંસ્થા તરીકે સમાવેશ કરેલ છે.આજ સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા 2132 સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલ છે.વિદ્યાર્થીઓ દ્વારા 1122 જેટલી પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના 6376 જેટલા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ પ્રોજેકટનું નિર્માણ થયું.

Related posts

પ્રશાંત કિશોરનો ટોણો – જો લાલુએ માત્ર યાદવોનું પણ ભલું કર્યું હોત તો…

Admin

રામ મંદિર પર આતંકી હુમલાનું ષડયંત્ર, ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીથી પંજાબ સુધી એલર્ટ જારી

Admin

‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, અડાજણ, સુરત ખાતે યોજાયો હતો

Admin

Leave a Comment

error: Content is protected !!