ગણતંત્ર દિવસ 2023 પહેલા મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓને અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર આતંકવાદી હુમલાના કાવતરા અંગેના ઈનપુટ મળ્યા છે. આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદીઓ આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરી શકે છે તેવો ખુલાસો થયો છે.
હાઈ એલર્ટ જારી
ગુપ્તચર એજન્સીઓના ખુલાસા બાદ અયોધ્યામાં પોલીસ હાઈ એલર્ટ પર છે. અહીં સુરક્ષા પહેલેથી જ કડક છે. હવે લેટેસ્ટ ઇનપુટ બાદ રામ મંદિરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આવતા-જતા લોકો પર પણ ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ નેપાળથી ભારતમાં પ્રવેશી શકે છે.
જૈશ-એ-મોહમ્મદે રચ્યું હુમલાનું કાવતરું
ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહ્યું છે. રામ મંદિર સિવાય દિલ્હી અને પંજાબ તેના નિશાના પર છે. અહીં તે આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
દિલ્હીથી પંજાબ સુધી કડક સુરક્ષા
દિલ્હીમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, નવીનતમ ઇનપુટ પછી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. દિલ્હી ઉપરાંત પંજાબ પણ આતંકવાદીઓના નિશાના પર છે. અહીં પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.