‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, અડાજણ, સુરત ખાતે યોજાયો
ગુજરાતના વિકાસની વૈશ્વિક ઉડાનના પ્રતિક સમા ગુજરાત પ્રવાસન નિગમ લી., ગાંધીનગર, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર, સુરતના સંયુકત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, અડાજણ, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત ના વિકાસની વૈશ્વિક ઉડાનના પ્રતીક સમા ગુજરાત ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત શહેરના મેયર હેમાલીબેન બોધાવાલા , સુરત મહાનગરના અધ્યક્ષશ્રી, નિરંજાણ ઝાઝમેરા મહામંત્રીશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ,કોર્પોરેટરશ્રીઓ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો હતો.
G20 ની થીમ પર આધારિત આ મહોત્સવમાં વિવિધ દેશોના રાજદૂતો અને પતંગબાજોની ઉપસ્થિતિથી ગુજરાતની ધરા પર ‘વસુધૈવ કુટુંબકમ્’ના શાશ્વત મૂલ્યો સાકાર થયાનો અનુભવ થયો.
અત્રે ઉલ્લખેનીય છે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સુરતના અડાજણ વિસ્તાર માં શુભારંભ કરવામાં આવ્યો હતો અને ભાજપા ના કાર્યકરો હાજર રહ્યા હતા અને કાર્યકરોમાં ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો હતો
જોકે પતંગ ઉત્સવ ના શુભરભ પ્રંસગે પૂર્ણશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું વક્તવ્ય આપ્યું હતું