Apna Mijaj News
અન્યાય સામે અવાજઅપરાધ

સગીરા પુખ્તોના જેવી હોશિયાર હોય તો સંસદમાં પુખ્તતાની વય ૧૮ના બદલે ૧૬નો કાયદો લાવવો જોઈએ : હાઈકોર્ટે પોલીસને ઝાટકી

• અદાલતમાં સરકારી વકીલે દલીલ કરી કહ્યું સગીરા પુખ્તો જેટલી હોશિયાર છે.
• સાબરકાંઠાની એક વર્ષથી ભગાડી જવાયેલી સગીરાને શોધી ન શકનાર પોલીસનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો
• જે વિસ્તારમાંથી સગીરા ગુમ થઈ છે તે વિસ્તારમાં નાની ઉંમરની છોકરીઓને ઉઠાવીને પત્ની તરીકે વેચવાનો ધંધો ચાલે છે.

અમદાવાદ:

હાઇકોર્ટ સમક્ષ સાબરકાંઠાની 17 વર્ષની સગીરાને શોધવા માતાએ હેબીયસ કૉર્પસ કરી છે. એક વર્ષ વીતી જવા છતાં સગીરા મળી આવી નથી. બીજી તરફ કોર્ટમાં સરકારી વકીલે પોલીસની તરફદારી કરતા જસ્ટિસ ગોકાણીએ પોતાનો અસલી મિજાજ બતાવતાં આંખ ઉઘાડી દે તેવી ટકોર કરી હતી. સગીરાના કેસમાં એસપી કક્ષાનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેને શોધી નહિં શકતા જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે તમે એવો બચાવ કરો છો કે સગીરા પુખ્ત વય જેટલી હોશિયાર છે માટે પોલીસને થાપ આપે છે, પોલીસ તેને શોધી શકતી નથી. સગીરા પુખ્ત વય જેટલી હોશિયાર હોય તો સંસદમાં કાયદો લાવીને પુખ્ત વય 18 વર્ષને બદલે 16 વર્ષની કરી દેવી જોઈએ. નહીતર પોલીસ સત્તાવાળાઓએ સગીરાઓનું રક્ષણ કરવું જ જોઈએ.

ખંડપીઠે એસપીનો રિપોર્ટ જોઈને એવી ટકોર કરી હતી કે અમે તપાસ અન્ય એજન્સીને સોંપી રહ્યાં છીએ. તમારા ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી અને પ્રયત્નો કર્યા પણ તેનું કોઈ પરિણામ તો મળ્યું નથી. અમને પરિણામ જોઈએ છે. આપણે એવું માનીએ છીએ કે સગીરા કોઈની સાથે જતી રહી હશે. પણ એવું પણ બને કે ગેંગ તેને ઉપાડી ગઈ હોય. સગીરાને ભોળવીને કોઈ પણ લઈ જઈ શકે છે. હમણાંથી અમારા ધ્યાનમાં આવ્યું છે કે સગીરાને પુખ્ત થવામાં થોડા સમયની વાર હોય તેવા કિસ્સામાં પોલીસ તેને શોધવામાં વિલંબ કરે છે. તે પછી થોડા સમયમાં સગીરા પુખ્ત બની જાય પછી તેને કોર્ટમાં રજૂ કરે છે. આ કોઈ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ.જે વિસ્તારમાંથી સગીરા ગુમ થઈ છે તે વિસ્તારમાં નાની ઉમરની છોકરીઓને ઉઠાવીને પત્ની તરીકે વેચવાનો ધંધો ચાલે છે. આ કેસમાં છોકરાના મા- બાપ પણ સામેલ હશે. આવા કામ સાથે સંકળાયેલા કોઇ મોટા ગુંડાઓ નથી હોતા, કે તમારી પોલીસ ત્યાં સુધી પહોંચી ના શકે. એવું પણ બની શકે કે બહારની કોઈ ગેંગ અસામાજિક કામ માટે તેને ટ્રેનીંગ આપતી હોય. તો તમે શું કરશો?

સુપ્રીમ કોર્ટે બચપન બચાઓ કેસમાં એવા કડક નિર્દેશ કર્યા છે કે, ગુમ થયેલા બાળકોને શોધવા માટેની ટીમ યોગ્ય કામગીરી ન કરી શકે તો તેમાં ફેરફાર કરીને નવી ટીમ બનાવી જોઈએ. ઉચ્ચ અધિકારીઓને તેમાં સામેલ કરવા જોઈએ. રાજ્યમાં કેટલા બાળકો ગૂમ થયા છે તેની વિગતો રિપોર્ટમાં આપવી જોઈએ. સોશ્યલ મીડિયા છેલ્લા ૫ વર્ષથી છે. સોશ્યલ મીડિયા નહોતું ત્યારે પણ સગીરા ગુમ થતી હતી. પોલીસ ત્યારે શોધી નહોતી શકતી? તમારી તપાસ માત્ર સોશ્યલ મીડિયા સુધી જ સંકળાયેલી છે? કેટલાંક લોકો ક્યારેય ટેકનોલોજીનો ઉપયોગ ન કરે તો તમે આખી જિંદગી તેને શોધી ના શકો? તમે એવો બચાવ કરો છો કે સગીરા પુખ્ત વય જેટલી હોશિયાર છે. માટે પોલીસને થાપ આપે છે, પોલીસ તેને શોધી શકતી નથી. સગીરા પુખ્ત વય જેટલી હોશિયાર હોય તો સંસદમાં કાયદો લાવીને પુખ્ત વય 18 વર્ષને બદલે 16 વર્ષની કરી દેવી જોઈએ. નહીતર પોલીસ સત્તાવાળાઓએ સગીરાઓનું રક્ષણ કરવું જોઈએ. – જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની ખંડપીઠે એવી ટકોર કરી પોલીસનો ઉધડો લઇ લીધો હતો.

•ગુજરાતના લૉ એન્ડ ઑર્ડર માટે આ ખરાબ સિગ્નલ છે

હાઈકોર્ટ જસ્ટિસ મોના ભટ્ટે એવી ટકોર કરી હતી કે, ગુજરાતના લૉ એન્ડ ઑર્ડર માટે આ ખરાબ સિગ્નલ છે. બાકી ગુજરાત ઘણું સલામત ગણાતું હતું. તમારા ઓફિસરોએ પ્રયત્ન નથી કર્યા એવું અમે નથી કહેતા પણ કોઈ પરિણામ નથી મળી રહ્યું. તપાસ કેવી રીતે કરવી એ કોર્ટ એમને ના કહી શકે. 18 જાન્યુઆરી સુધીમાં આ કમિટી સગીરાને શોધીને કોર્ટ સમક્ષ રજૂ નહિ કરે તો કોર્ટ આ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપી દેશે. અને મદદનીશ સરકારી વકીલને કોર્ટે આદેશ કર્યો હતો કે માનવ તસ્કરી સેલની મદદ લઈને આ સગીરાને શોધી લાવો.

.સગીરા સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતી માટે અમે તેને શોધી શકતા નથી – પોલીસ

પોલીસ તરફથી વકીલે બચાવમાં એવી દલીલ કરી હતી કે, પોલીસને થાપ કેવી રીતે આપવી તે સગીરા બહુ સારી રીતે જાણે છે. તે મોબાઈલ ફોન, સિમ કાર્ડ કે અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતી. ATM કાર્ડનો પણ ઉપયોગ નથી કરતી. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ નહિં કરતા પોલીસ તેના સુધી પહોંચી શકતી નથી.

•ગેંગસ્ટર પણ હવે પોલીસને થાપ કેમ આપવી તે સગીરા પાસેથી શીખશે એમ કહેવા માગો છો?: કોર્ટ

પોલીસના બચાવમાં એડવોકેટે એવી દલીલ કરી હતી કે, સગીરા પોલીસને થાપ આપે એટલી હોશિયાર છે, મોબાઇલ કે સિમ કાર્ડનો ઉપયોગ ન કરતી હોવાથી પોલીસને થાપ આપીને છટકી જાય છે. આવી દલીલ સાંભળી ખંડપીઠે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તો હવે ગેંગસ્ટર પણ સગીરા પાસેથી પોલીસને થાપ કેમ આપવી તે શીખશે એવું કહેવા માગો છો?

Related posts

હવે વ્યાંજકવાદ પણ થયા ડિજિટલ: એપ્લીકેશનના માધ્યમથી લોન આપી વ્યાજ વસૂલવા વેપારીને કર્યો હેરાન

Admin

AMTS બસના ચાલકની શાન ઠેકાણે લાવો…

ApnaMijaj

અરે ઓ ‘સાંભા’ જરા નિકાલ દે દોરી.!અમદાવાદ જિલ્લા ગ્રામ્યની SOG ટીમે બે સ્થળેથી ૭ લાખની ચાઈનીઝ દોરી લપેટી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!