Apna Mijaj News
પાવન પ્રસંગ

મહેસાણા શ્રી સીમંધર મંદિરમાં આજે આ છે પાવન પ્રસંગ…

શ્રી સીમંધર સ્વામી પરમાત્માની 51મી ધ્વજા આરોહણ મહા મહોત્સવ

માતૃશ્રી વિમળાબેનના આત્મશ્રેયાર્થે બૃહદ શાંતિસ્નાત્ર મહાપૂજન કરાશે

નિશા વ્યાસ -મહેસાણા (અપના મિજાજ)

      મહેસાણામાં આવેલ શ્રી સીમંધર સ્વામી પરમાત્માની 51 ધ્વજા આરોહણ મહા મહોત્સવ કાર્યક્રમ અતિ ધામધૂમથી તા. 01/05/2022થી 08/05/2022ના ઉજવવામાં આવશે. સીમંધર સ્વામી પરમાત્માના સવર્ણ 50 વર્ષ પરિપૂર્ણ થતા હોઇ મહાતીર્થના આંગણે મહા મહોત્સવ આયોજિત કરાયો છે.

        મહા મહોત્સવમાં માતૃશ્રી વિમળાબેન મફતલાલ શાહના આત્મશ્રેયાર્થે બૃહદ શાંતિસ્નાત્ર મહાપૂજન પણ કરાશે. શ્રીમદ્ બ્રહ્મ સાગર સૂરીશ્વરજી મહારાજા આદિ વિશાળ સમુદાય મહોત્સવના નિશ્રા દાતા રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય આચાર્યદેવ રહ્યા છે.
મહેસાણા-પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલા શ્રી સીમંધર સ્વામી પરમાત્માના આંગણે આયોજિત મહા મહોત્સવમાં આ પાવનભૂમિ ઉપર બિરાજમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા દેવાધિદેવ શ્રી સીમંધર સ્વામી પરમાત્માના ભવ્ય જિનાલયની 51મી વર્ષ ગાંઠ ને વધાવવા સારું શ્રી સીમંધર જિન મંદિર પેઢી દ્વારા પ્રાચીન શ્રુત-તીર્થોદ્વારક, રાષ્ટ્રસંત પૂજ્ય પાદ્ આચાર્ય દેવેશ શ્રી પદ્મા સાગર સૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં તા.01/05/2022થી તા.08/05/2022 દરમિયાન ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. મહા મહોત્સવમાં શ્રી બૃહદ શાંતિ સ્નાત્ર મહાપૂજન, રથયાત્રા સહ વર્ષીદાન યાત્રાનો લાભ માતૃશ્રી વિમળાબેન મફતલાલ શાહના આત્મશ્રેયાર્થે શ્રીમતી પ્રેમીલાબેન દિનેશચંદ્ર મફતલાલ શાહ “શિવગંગા” પરિવાર (પાંચોટ વાળા) મહેસાણાને પ્રાપ્ત થયો છે.

        આજે તા. 05 મેના ભવ્યાતિભવ્ય જાજરમાન, વિવિધ અભિનવ વિશેષતાઓથી ભરપૂર રથયાત્રા સહ વર્ષીદાન યાત્રા યોજાશે. જ્યારે તા.07 મેના શ્રી બૃહદ શાંતિ સ્નાત્ર મહાપૂજન બપોરે 12, 39 કલાકે યોજાનાર છે. જ્યારે તા.08 મેના વાજતે ગાજતે મહા મહોત્સવ પૂર્ણ કરવામાં આવશે.

Leave a Comment

error: Content is protected !!