Apna Mijaj News
અંતરની વ્યથાઅન્યાય સામે અવાજ

માઉન્ટ આબુમાં એવું તે શું બન્યું કે ડ્રાઈવરોએ બદદુઆ આપી કે હોટલ સંચાલકના મૃત્યુ રોડ એક્સિડન્ટમાં થવા જોઈએ….

•માઉન્ટ આબુની hillton hotelના સંકુલમાં ઠંડીમાં થથરતાં હોઠે કાર ચાલકોએ વર્ણવી પોતાની વ્યથા

•આકાશમાંથી બરફ વર્ષા થઈ રહી છે અને કાર ચાલકોને ગાડીમાં જ આખી રાત વિતાવવી પડે છે
•હોટેલ સંચાલકો નથી આપતા રૂમની સુવિધા, કાર લઈ આવનાર પર્યટકોએ પણ ચાલક માટે વ્યવસ્થા કરવી રહી
અમદાવાદ: (અપના મિજાજ નેટવર્ક)
        ગુજરાતને અડીને આવેલા પડોશી રાજ્ય રાજસ્થાનના ગીરીમથક માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો માઈનસ 2 ડિગ્રી પર ગગડી ગયો છે અને ગુરુ શિખર પર તાપમાન માઈનસ 4એ નોંધાયું છે. જેને લઇને માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઇ ગઇ છે. ઠંડીમાં ફરવાના શોખીન પર્યટકો માઉન્ટ આબુ ની સહેલ ગાયન નીકળી ગયા છે. પરંતુ અહીં પર્યટકોને લઈ જનાર વ્યવસાયે કારચાલકોની હાલત અત્યંત દયનીય હોવાનો વિડીયો સોશિયલ મીડિયાના facebook પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. કારચાલકોએ હાડ થિજવી નાખતી ઠંડીમાં પોતાને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની વ્યથા વર્ણવી છે. જે જાણીને ભલભલાના હાંજા ગગડી જાય તેવી છે.
માઉન્ટ આબુમાં આવેલી hilltone હોટેલના પ્રાંગણમાંથી વીડિયો બનાવીને રાજસ્થાન ઉદયપુરના તરૂણ શર્મા નામના કાર ચાલકે અમદાવાદ સહિતના અન્ય કારચાલકોને સાથે રાખીને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, અત્યારે માઉન્ટ આબુમાં બરફ પડી રહ્યો છે. મજબૂરીવશ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા લોકો પર્યટકો લઈ માઉન્ટ આબુ આવ્યા છે. હોટલમાં પર્યટકો રોકાયા છે તે હોટલોમાં ડ્રાઈવરોને રહેવા માટે કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી. હાડ થિજવી નાખતી ઠંડીમાં તેઓને આખી રાત પોતાની કારમાં જ સૂવું પડે છે. એટલું કહીને કારચાલક જણાવે છે કે માર્ગ પર એકસીડન્ટ કઈ રીતે થાય છે? એકસીડન્ટ એટલા માટે થાય છે કે કારચાલકને 400થી 500 કિલોમીટર કાર ચલાવ્યા પછી પણ વ્યવસ્થિત રીતે સુવા ઊઠવાની વ્યવસ્થા મળતી નથી. હોટેલમાં તેઓને રૂમ ફાળવવામાં આવતી ન હોઈ તેમણે કારમાં જ સૂઈ રહેવું પડે છે. જેથી તેઓ પૂરતી નીંદર લઈ શકતા નથી. જેને લઇને ક્યારેક થાક અને અપૂરતી ઊંઘ મળવાના કારણે અકસ્માત થઈ જાય છે.
કારચાલકે પ્રશાસને ટકોર કરતાં એમ પણ જણાવ્યું છે કે જે લોકો હોટેલ્સનું લાયસન્સ લે તેઓએ ફરજિયાત પણે ડ્રાઇવર રૂમ રાખવો અને ડ્રાઇવરોને કુરતી સુવા ઉઠવાની સુવિધા આપવી જોઈએ તેવો સરકારી નિયમ ફરજિયાત બનાવવો જોઈએ. સાથોસાથ જે પર્યટકો ડ્રાઈવરને લઈ જાય છે. તેઓએ પણ પોતાનો રૂમ બુક કરાવતી વખતે ડ્રાઈવર માટે સુવા ઉઠવા માટે રૂમની કોઈ સુવિધા છે કે નહીં? તેવું હોટલ સંચાલકને પૂછવું જોઈએ અને જો ડ્રાઈવર માટે રૂમની સુવિધા ન હોય તો તે ઉપલબ્ધ કરાવવી જોઇએ. આ ઉપરાંત જે હોટલ સંચાલકોએ ડ્રાઇવર રૂમની વ્યવસ્થા બંધ કરાવી છે તે હોટલ સંચાલકો રોડ એક્સિડન્ટમાં ડ્રાઇવર ના હાથે મૃત્યુ પામે તો અન્યોને ખબર પડશે કે ડ્રાઈવરને પૂરતી સુવા ઊઠવાની વ્યવસ્થા આપવી જોઈએ તેવા ઉદ્દેશ સાથે તેમના મુખેથી બદદુઆ નીકળતી જોવા મળી છે.
|અપના મિજાજના કારચાલકના વિડીયો સંદર્ભે વિચાર|
         માઉન્ટ આબુમાં ઠંડીમાં પરેશાની ભોગવી પોતાની વ્યથા ઠાલવતો વીડિયો વાયરલ કરનાર કારચાલકે જે વાત કરી છે કે હોટલ સંચાલક રોડ એક્સિડન્ટમાં ડ્રાઇવરના હાથે મૃત્યુ પામે. તે વાત સમર્થનને લાયક નથી. પરંતુ આ માધ્યમથી અમો એટલું જરૂર કહેવા માંગીશું કે, હિલ સ્ટેશન હોય કે કોઈપણ પર્યટક સ્થળ હોય ત્યાં અગાઉ ડ્રાઇવર રૂમની વ્યવસ્થા રાખવામાં આવતી હતી. જે વ્યવસ્થા હાલે બંધ કરી દેવામાં આવી છે. જે ખરેખર પુનઃ શરૂ કરવી જોઇએ. કાર ચાલકે પોતાની વ્યથા ઠાલવી પ્રશાસનનું જે ધ્યાન દોરવા પ્રયાસ કર્યો છે તેને અમે જરૂર સમર્થન આપીએ છીએ કે હોટેલના લાયસન્સની સાથે સાથે અહીં રોકાનાર પર્યટકના કારચાલક માટે રહેવા, ઉઠવા, સ્નાન અને સૌચાલય સહિતની જરૂરી સુવિધા ફરજિયાત હોવી જોઈએ. હિલ સ્ટેશનો પર કાર ચાલકોને અપાતા રૂમમાં ઓઢવા માટે ગરમ બ્લેન્કેટ, સ્નાન માટે ગરમ પાણી સહિતની પણ વ્યવસ્થા સુચારુ રૂપે મળવી જોઈએ. આ માટે જે તે રાજ્યની સરકાર અને ત્યાંના વહીવટીતંત્ર તેમજ પર્યટક વિભાગે ગંભીરતાપૂર્વક આ મુદ્દાને ધ્યાનમાં લેવો જોઈએ.

Related posts

સરકારની બેધારી નીતિ સામે મહેસાણા કોંગ્રેસના આગેવાનોએ બતાવ્યો આકરો મિજાજ: પોલીસને કહ્યું તમે ભાજપની નોકરી કરો છો કે પ્રજાની ?

ApnaMijaj

કચ્છ કોંગ્રેસના લડાયક નેતાએ રાજીનામું કેમ આપ્યું?

ApnaMijaj

મિ. વિનોદ ચાવડા ભલે તમે ત્રીજી વાર સાંસદ બનો પણ..

ApnaMijaj

2 comments

Mr. Jaypal January 11, 2022 at 8:17 am

આપ શ્રી વ્યવસાયી કાર ડ્રાઈવર ની ચિંતા કરો છો .. ખરેખર ધન્યવાદને પાત્ર છો.. આભાર

Reply
apnamijaj January 16, 2022 at 10:09 pm

ખુબ ખુબ ધન્યવાદ, પરમ મિત્ર નવીનભાઈ જયપાલ

Reply

Leave a Comment

error: Content is protected !!