



•કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ મોઢે માસ્ક બાંધવામાં શરમ અનુભવતા હોય તેવા દ્રશ્યો
•સરકારી કચેરીમાં પ્રવેશ આપવો હોય તો વેકસીન લીધાના પુરાવા આપવા પડે, માસ્ક પહેરવું ફરજિયાત છે

•અહીંની કચેરીના બાબુઓ કચેરીમાં આવતા અરજદારો અને વડીલ પેન્શનરો માટે જોખમી સાબિત થશે
મહેસાણા: (અપના મિજાજ નેટવર્ક)
રાજ્યભરમાં કોરોના સહિતની બીમારીએ માથું ઊંચક્યું છે અને કોરોનાની ત્રીજી લહેર જનમાનસમાં ભયનો માહોલ ઊભી કરી રહી છે. જેને લઇને રાજ્ય સરકારે અને તેમના સંબંધિત વિભાગે કરોડો રૂપિયાના ખર્ચે આયોજન કરેલા તમામ ઉત્સવોને રદ કરી દીધા છે. રાજ્યના મુખ્યપ્રધાન પણ માને છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સહિતના કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત થશે તો ગુજરાતની જનતાને કોરોના મહામારીમાંથી ઉગારવી મુશ્કેલ બની શકે તેમ છે. જેને લઇને અનેક મોટા નિર્ણયો કરી લોકો કોરોના મહામારીનો ભોગ ન બને તે માટે સુનિયોજિત આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે. એટલું જ નહીં કોરોના અને એનિક્રોન ચેપથી લોકો બચે તે માટે કોરોના અંતર્ગત નવા નિયમો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ અહીં મહેસાણાની જિલ્લા તિજોરી કચેરીમાં સામે આવેલા દ્રશ્યોથી એવું જરૂર લાગી શકે કે સરકારના કોરોના રક્ષિત નિયમો આ કચેરીમાં કામ કરતા સરકારી બાબુઓને લાગુ નથી પડતા અથવા તો તેઓને મોઢે માસ્ક બાંધવામાં લાજ આવી રહી છે.
