Apna Mijaj News
અપરાધ

માતાજીના માંડવામાં ધક્કામુક્કી થતાં બે પક્ષો વચ્ચે બઘડાટી બોલી: ત્રણને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

રાજકોટમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથરી રહી હોય તેમ મારામારીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગઈકાલે વધુ એક મારામારીની ઘટના સામે આવી હતી જેમાં કીટીપરા વિસ્તારમાં આવેલ ગાયકવાડીમાં નવલખી માતાજી મંદિરમાં માતાજીનો માંડવો ચાલી રહ્યો હતો ત્યારે દર્શન કરવા માટે એકઠી થયેલી લોકોની ભીડમાં ધક્કો લાગવાની બાબતે બે પક્ષો વચ્ચે સહસ્ત્ર ધીંગાણું ફેલાયું હતું જેમાં ત્રણને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ પ્રદ્યુમન નગર પોલીસ ઘટના દોડી જાય બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામે સાત શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.વિગતો મુજબ પહેલી ફરિયાદમાં કીટીપરા વિસ્તારમાં રહેતા આકાશ કિશોર સડામીયાએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં મનીષ ભોળીયા,અજય ભોળીયા અને અજયનો ભાઈ પ્રતાપ તથા મનીષનો ભાઈ લાલાનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે તેઓ માતાજી ના માંડવે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેને તમામ આરોપીઓ ગાળો દેતા હતા જેથી તેને ગાળો દેવાની ના પાડતા ચારેય શખ્સોએ તેના પર ધોકા અને છરી વડે હુમલો તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જેથી પોલીસે તેની ફરિયાદ પરથી ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બીજી ફરિયાદમાં અજય બટુકભાઈ ભોળીયાએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં આકાશ કિશોર સાદમિયા, સુરેશ કિશોર સાડમિયા,રાજેન્દ્ર સાડમિયા ના નામ આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે તેઓ માતાજીના માંડવામાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારે લોકોની ભીડ હોવાથી તેઓનો ધક્કો તેમને વાગી જતા તે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈને ગાળો દેવા લાગ્યા હતા જેથી તેને ગાળો દેવાની ના પાડતા ત્રણેય આરોપીઓએ તેને ધોકા અને કુહાડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતા પોલીસે અજય ભાઇ ની ફરિયાદ પરથી ત્રણ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related posts

સુરત: અજીબ શોખ ધરાવતો યુવક વાહન ચોરી કરતો, પોલીસે ધરપકડ કરી 10 ગુનાનો ભેદ ઉકેલ્યો

Admin

મોરબી ઝૂલતા પુલ મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર

Admin

વિસનગર પોલીસની ‘ભાવના’ને કચડી નાંખવા હિન પ્રયાસ: ‘ખાદીધારી’એ બુટલેગરોને છોડી મૂકવા ભલામણ કરી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!