Apna Mijaj News
અપરાધ

મોરબી ઝૂલતા પુલ મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ હજુ સુધી જાહેરમાં ક્યાય દેખાયા નથી. તેઓ ફરાર હોય ત્યારે હવે કોર્ટ દ્વારા જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડી હતી અને હવે ૧ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે હવે તા. ૧ ફેબ્રુઆરીના રોજ તેમની આગોતરા જામીન અરજી મંજુર કરાય છે કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

30 ઓક્ટોબરે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135થી વધુ લોકો નદીમાં ડૂબી ગયા હતા. આ બ્રિજની જાળવણી માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના માલિક જયસુખ પટેલની ધરપકડ કરવા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ધરપકડથીથી બચી રહ્યો હતો. આખરે પોલીસે જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

મોરબી ઝુલતા પુલ તુટી જવાની ઘટનામાં બે મહિનાના બાદ આખરે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું અને ટૂંક સમયમાં દાખલ થનારી ચાર્જશીટમાં આરોપી તરીકેનું નામ આપ્યું છે. આ સાથે પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સરક્યુલર પણ બહાર પાડ્યું છે. આ લુકઆઉટ સર્ક્યુલર દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓને વિદેશ જવા અથવા વિદેશથી પાછા ફરવાનો પ્રયાસ કરતી વ્યક્તિ વિશે ચેતવણી છે. તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

Related posts

સુરતઃ સરથાણામાં ક્લિનર મોડે આવતા સ્કૂલ બસ ડ્રાઇવરે ઢોર માર મારી પતાવી દીધો

Admin

ખેરાલુના માધુગઢમાં એલસીબી ત્રાટકી

ApnaMijaj

વિસનગર પોલીસની ‘ભાવના’ને કચડી નાંખવા હિન પ્રયાસ: ‘ખાદીધારી’એ બુટલેગરોને છોડી મૂકવા ભલામણ કરી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!