Apna Mijaj News
તાજા સમાચાર

Q3 પરિણામ / રાકેશ ઝુનઝુનવાલા પાસે છે આ કંપનીના શેર, 12 ટકા વધ્યો બિઝનેસ

Titan Share Price: કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવા લાગ્યા છે. આ વચ્ચે ટાઇટને તેના ત્રિમાસિક પરિણામો પણ જાહેર કરી દીધા છે. મજબૂત તહેવારોની માંગને કારણે અગ્રણી જ્વેલરી અને ઘડિયાળ બનાવતી કંપની ટાઇટનના બિઝનેસમાં વધારો થયો છે. સ્ટેન્ડઅલોન ધોરણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ટાઇટનનો બિઝનેસ 12 ટકા વધ્યો હતો. બીજી તરફ, NSE પર ટાઇટનનો શેર 6 જાન્યુઆરી, 2023ના રોજ 2537 રૂપિયાના ભાવે બંધ થયો હતો.

ટાઈટન

ટાઇટને નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા છે. તેની સાથે કંપનીએ જણાવ્યું છે કે સકારાત્મક ઉપભોક્તા સેન્ટિમેન્ટને કારણે તમામ કેટેગરીમાં વાર્ષિક ધોરણે 10 અંકોની અદભૂત વૃદ્ધિ જોવા મળી હતી. ગયા વર્ષનો આધાર વધુ હોવા છતાં આવું બન્યું છે. ટાટા ગ્રૂપની આ કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં 111 નવા સ્ટોર ખોલ્યા. તેની સાથે આ સ્ટોર્સની કુલ સંખ્યા વધીને 2,362 થઈ ગઈ છે.

ટાઈટનના શેર

બીજી તરફ, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, ટાઇટન જ્વેલરીએ વાર્ષિક ધોરણે 11 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. સામાન્ય રીતે ટાઇટનની કુલ આવકના બે તૃતીયાંશ કરતાં વધુ હિસ્સો ઘરેણાંનો હોય છે. ટાઇટને જણાવ્યું કે તહેવારોની સિઝનમાં નવા ખરીદદારોની સંખ્યામાં વધારો થયો છે. ઉચ્ચ મૂલ્યની ખરીદી અને નવા સંગ્રહોએ સેગમેન્ટને 11 ટકા વૃદ્ધિ (બુલિયન વેચાણ સિવાય) હાંસલ કરવામાં મદદ કરી છે.

ટાઈટનના શેરની કિંમત

તેના વૈશ્વિક વિસ્તરણના ભાગરૂપે, ટાઇટને ડિસેમ્બર 2022માં ન્યુ જર્સી, યુએસએમાં તનિષ્કનો પ્રથમ આંતરરાષ્ટ્રીય બુટિક સ્ટોર ખોલ્યો. આ સ્ટોર સાથે, ટાઇટનની આંતરરાષ્ટ્રીય હાજરી હવે દુબઈ, અબુ ધાબી અને અમેરિકામાં છ સ્ટોર્સમાં છે. જણાવી દઈએ કે રાકેશ ઝુનઝુનવાલાએ ટાઈટન કંપનીના શેરમાં પણ રોકાણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય શેર માર્કેટના બિગ બુલ એવા રાકેશ ઝુનઝુનવાલાનું 2022ના વર્ષમાં જ નિધન થયું હતું. તેમના વિશે એવું કહેવામાં આવતું હતું કે તેઓ જે કંપનીમાં રોકાણ કરે છે, તે કંપનીના શેરની કિંમત વધી જાય છે.

Related posts

“આતા માજી સટકલી..!” પોલીસને ધમકી આપનાર બુટલેગરોને ‘ખાખી’એ બતાવ્યો પોતાનો અસલી મિજાજ

ApnaMijaj

તેજી / વધારા સાથે ખુલ્યો શેરબજાર, સેંસેક્સ 61100ની પાર, નિફ્ટીમાં શાનદાર તેજી

Admin

અભિનંદન સ્ટાઈલ: મૂછ તો રહેશે સાહેબ ! ને… પોલીસ કોન્સ્ટેબલે નોકરી કુરબાન કરી દીધી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!