



મહેસાણા જિલ્લાનું મહા અધિવેશન વિસનગરમાં યોજાયું
સાકળચંદ યુનિવર્સિટીમાં પત્રકાર એકતા જિંદાબાદના નારા ગુંજ્યા : પત્રકારોના પ્રશ્નો મુદ્દે અવાજ બુલંદ કરાયો
• પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પત્રકારો સંગઠિત થયા
• મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ અર્જુનજી ઠાકોરની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો
• સાકળચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, લોકસભા સાંસદ હરી પટેલ તેમજ પત્રકાર સંગઠનના હોદ્દેદારો સહિત રાજ્ય પરના પત્રકારો ઉપસ્થિત રહ્યા
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
ગુજરાત પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ શનિવારે મહેસાણા જિલ્લાના વિસનગર સ્થિત સાકળચંદ યુનિવર્સિટીમાં પત્રકારોનું અધિવેશન યોજાયું હતું. સંગઠનના મુખ્ય અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા સંગઠનના પ્રમુખ અર્જુનજી ઠાકોરની આગેવાનીમાં આયોજિત અધિવેશનમાં ગુજરાત ભરના પત્રકારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પત્રકારોને કનડતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પત્રકારોના આરોગ્ય, રક્ષણ સહિતના મુદ્દે અવાજ બુલંદ કરાયો હતો.