Apna Mijaj News
Breaking News

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

લાયન્સ કલબના પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર તથા ગુજરાતની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ જાણીતા સમાજ સેવી ગુજરાત નોટરી એસોસીએશનના પ્રમુખ અને ઈન્કમટેક્ષ બાર એસોસીએશનના પ્રેસીડેન્ટ એમીરેટસ, ઈન્કમટેક્ષના સીનીયર એડવાઈઝર એડવોકેટ ધીરેશ ટી. શાહને લાયન્સ ઈન્ટરનેશનલના પ્રમુખ ડૉ. પટ્ટી હીલ (Dr. Patti Hill) એ ધીરેશભાઈની પાંચ દાયકા સુઘી ની સેવાની કદરરૂપે ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલનો એવોર્ડ આપી સન્માનીત કર્યા. જેને સમગ્ર લાયન્સ પરીવારે સ્ટેંડીંગ ઓવેશન આપીને વધાવી લીધા અને અભિનંદન પાઠવ્યા.

ફોટામાં ડૉ. પટ્ટી હીલ ધીરેશભાઈને એવોર્ડ આપતા દેખાય છે સાથે પાસ્ટ ઈન્ટરનેશનલ ડીરેક્ટર પ્રવિણ છાજેડ ઉભેલા છે.

સન્માનના પ્રતિભાવમાં ૮૬ વર્ષના ધીરેશભાઈએ કહ્યું હતું કે હું ૧૯૭૨માં લાયન્સ કલબમાં સેક્રેટરી તરીકે જોડાયો એ પછી વિવિધ હોદા સાથે મહત્વની જવાબદારી સંભાળી હતી એના લીધે મારામાં નેતૃત્વ, નિર્ણયશક્તિ, આત્મવિશ્વાસ, સમાજ પ્રત્યે પ્રતિબધતાના ગુણો કેળવાયા. આજે હું જે છું જે પામ્યો છું તે લાયન્સ કલબની કેળવણીનું પરીણામ છે.

(ધીરેશ ટી. શાહ) મોં 9825188888

Related posts

સુરતમાં 12 વર્ષીય બાળકીની દુષ્કર્મ બાદ હત્યાથી ચકચાર

ApnaMijaj

ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

Admin

ક્રાઈમ બ્રાન્ચના ૬૦ કર્મીને ‘ભાઈબંધી’ભારે પડશે?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!