• બાળકી કણસતી રહી અને દુષ્કર્મી રૂમને તાળું મારી ભાગી ગયો
•પરિવારે રૂમનું તાળું તોડતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળી
•પરિવારના નિવેદન આધારે પોલીસે બે શંકમંદોની પૂછપરછ કરી
સુરત (અપના મિજાજ નેટવર્ક)
સુરતના પલસાણા તાલુકાના જોળવામાં 12 વર્ષની માસૂમ બાળાને કોઈ શખ્સે હસવનો શિકાર બનાવી હતી. બાળકીને રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર દુષ્કર્મ આચરી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યો હતો. પરિવાર સારવાર માટે લઈ ગયા હતા પણ ઘણું મોડું થઈ ગયું હતું. અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. હાલ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયો છે.
કામરેજના પાસોદ્રા વિસ્તારમાં ગ્રીષ્મા હત્યા પ્રકરણની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં ગઈકાલ રવિવારના ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળા પણ હતી. રવિવારે બે બાળા ઘરે એકલી હતી અને માતાપિતા નોકરી ઉપર ગયા હતા. સાંજના સમયે 7 વર્ષની બાળા બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. એ સમયે 12 વર્ષની બાળા એકલી હતી ત્યારે અજાણ્યો શખ્સ આ બાળકીને ત્યાંથી એજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં હવસખોરોએ માસૂમ બાળાને પીંખી નાખી હતી.
• સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી હતી અને નરાધમ બાળકીને રૂમમાં બેભાન અવસ્થામાં મૂકીને તાળું મારીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સાંજે બાળકીના માતાપિતા આવતાં બાળકી નજરે નહિ પડતા તેની શોધખોળ હાથ ધરી હતી. એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળી હતી. જેથી સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં તબીબ નહિં મળતા બાળકીને ત્યાંથી ચલથાણની ખાનગીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સુધી મોડું થઈ જતા માસૂમ બાળકીનું પ્રાણ પાંખરુ ઉડી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શંકમંદોની ઊંચકી લાવી પૂછતાછ કરી રહી છે.
•પોલીસે શંકમંદોને ઉઠાવી લાવી પૂછતાછ સઘન કરી
અરેરાટી ફેલાવતી ઘટનામાં નજીકમાં રહેતાં કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની શકયતા દેખાઈ રહેલી છે. આ બિલ્ડીંગમાં અંદાજીત 10 જેટલા પરિવારો રહે છે અને બાળકી એકલી હોઈ એજ બિલ્ડિંગમાં રહેતો કોઈ વ્યક્તિ જાણતો હોય તે સ્વભાવિક છે. આવા જ વ્યક્તિએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી હોય તેવી શકયતાના આધારે એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
•હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં સુધીમાં બાળકી મોતને ભેટી
પરિવારના તેમજ બિલ્ડીંગના અન્ય રહીશોના નિવેદનના આધારે પોલીસે સાઈબા અને સૂચિ મિલમાંથી બે શકમંદોને ઉઠાવી ગંગાધરા આઉટ પોસ્ટ પર એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ તેઓની પૂછપરછ હાથ ધરી છે. માસૂમ બાળાની હત્યાના પ્રકરણને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
•અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગુમ થયાના કલાકો બાદ માસૂમ બાળકીનો મૃતદેહ એજ એપાર્ટમેન્ટના પાછળના ભાગે એક બંધ રૂમમાંથી મળી આવ્યો હતો. માતા પિતા મજૂરી કામ કરે છે. બે શકમંદોની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. અપહરણ બાદ દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ જરૂરી છે.