Apna Mijaj News
Breaking Newsઆમને- સામને

ક્રાઈમ બ્રાન્ચના ૬૦ કર્મીને ‘ભાઈબંધી’ભારે પડશે?

ક્રાઇમ બ્રાન્ચના 60 સહિત 100 પોલીસકર્મીઓને સ્ટેટ મોનિટરિંગ સેલનું ગાંધીનગર હાજર થવા ફરમાન

અમદાવાદમાં ધમધમતા જુગાર ધામના સંચાલકો સાથેની ‘ભાઈબંધી’ પોલીસ કર્મચારીઓને ભારે પડી શકે

•ગત વર્ષે જૂન મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ‘મનપસંદ’ જીમ ખાનામાં દરોડો પાડ્યો હતો
• દરોડામાં 150થી વધુ જુગારીઓ સાથે અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

 

સંજય જાની (અપના મિજાજ ન્યુઝ,અમદાવાદ)

      સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ‘મનપસંદ’ જીમ ખાનામાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડીને સ્થાનિક પોલીસના હોશ ઉડાડી દીધા હતા. એસ એમ સી ની ટીમે જુગારધામમાંથી 150થી વધુ જુગારીઓ ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે મનસપંદ જીમખાનામાં થયેલા દરોડાની તપાસ પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના જ 60 પોલીસ કર્મચારીની સીધી કે આડકતરી સંડોવણી હોવાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી તપાસમાં કોઈ કર્મચારી સામે કંઈ જ કાર્યવાહી નહીં કરાતાં જુગારધામના સંચાલકો સાથે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ સહિત અન્ય પોલીસ મથકના કર્મચારીઓનો પણ ઘરોબો હોવાનું સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 60 સહિત શહેરના 100 પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ માટે ગાંધીનગર હાજર થવા ફરમાન કર્યું છે.

      શહેરમાં 6 જૂન 2021ના રોજ હાઈપ્રોફાઈલ જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલે સપાટો બોલાવ્યો હતો.જ્યાં જુગારધામ પરથી 150થી વધુ લોકો ઝડપાયા હતા.જેમની પાસેથી રોકડ,વાહન,મોબાઈલ,જુગારનાના સાધનો મળી કુલ અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.દરોડા બાદ દરિયાપુરના તત્કાલીન પીઆઇ, ડીટેક્ટિવ સ્ટાફ,પીએસઆઇ સહિત 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસબેડામાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે હવે સ્ટેટ મોનીટરીંગ સેલે દરિયાપુર મનપસંદ જીમખાના અને જુગારધામ પર પાડેલા દરોડામા હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચના 60 સહિત 100 પોલીસકર્મીઓનું જુગારધામના સંચાલકો સાથે સીધી કે આડકતરી રીતે સાંઠગાંઠ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે આ પોલીસકર્મીઓને ગાંધીનગર બોલવામાં આવ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. મનપસંદ જીમખાનુ ગોવિંદ ઉર્ફે ગામા અને તેના 5 જેટલા ભાગીદાર ચલાવતા હતા. આ જીમખાનામાં જે પણ પોલીસ કર્મચારીઓ આવતા અથવા તો ફોન પર માલિકો સાથે સંપર્કમાં હતા તે તમામ પોલીસકર્મીઓને તપાસ માટે બોલવવામાં આવ્યા જ્યાં. કેટલાક પોલીસ કર્મચારીઓના નામ જુગારધામના સંચાલકો, જુગાર રમવા આવેલા માણસો તેમજ પોલીસ કર્મચારીઓએ જ તેમના નિવેદનમાં લખાવ્યાં હતા.

જીમ ખાનામાં અને આસપાસના સીસીટીવી કેમેરાએ પોલીસ કર્મચારીઓને શંકાના દાયરામાં દીધાં!

     શહેરમાં દરિયાપુર મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડા બાદ સામે આવ્યું હતું કે હાઈપ્રોફાઈલ જુગારધામની આસપાસ અંદાજે 20થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.જેમાં ઘણા બધા પોલીસકર્મીઓની અવરજવર પકડાઈ હતી. જે સીસીટીવી કેમેરા પોલીસ કર્મચારીઓની જુગારધામના સંચાલકો સાથે સાંઠગાંઠ ગાંઠ હોવાનું સાબિત કરી રહ્યા હોઇ હવે આ કેમેરાએ ખુદ પોલીસ કર્મચારીઓને જ  શંકાના દાયરામાં લાવી દીધાં હોવાની બાબત ચર્ચાઇ રહી છે.

જુગારધામ ‘મોટા સાહેબો’ નો પણ ભોગ લેતો નવાઈ નહીં, નવાજુનીના એંધાણ 

      શહેરમાં દરિયાપુરમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામમાં શહેરના જ ક્રાઇમબ્રાન્ચના પોલીસકર્મીઓની સાંઠગાંઠ સામે આવતા એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. હવે જુગારધામ પર મોટા અધિકારીઓ પણ રડારમાં હોવાની વાત સપાટી પર આવી છે.સાથે ઘણાં પોલીસકર્મીઓ છેલ્લા 10 વર્ષથી સ્થાયી થઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી પોતાનું સામ્રાજ્ય ચલાવી રહ્યા હોવાનું અને અગાઉ વિવાદમાં આવી સસ્પેન્ડ થઈ ચૂકેલા પોલીસકર્મીઓને ફરી ફરજ પર ક્રાઇમ બ્રાન્ચમાં જ લેવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જુગાર ધામ ઉપર પોલીસે ઠાંસી ઠાંસીને ખાધું છે હવે, એસએમસી બધું ઓકાવે તેવી ચર્ચા

      સ્ટેટ મોનીટરીંગ સેલે હાઈપ્રોફાઈલ જુગારધામમાં ઘણા બધા પોલીસકર્મીઓની ઇન્કવાયરી આપતા હવે એમ પણ ચર્ચાઓ થઈ રહી છે કે આ જુગારધામ પરથી પોલિસકર્મીઓ સેવાના ભાગરૂપે આરામ ફરમાવતા હતા અને ત્યાંથી જ જમવાનું મંગાવી જલસા કરતા હતા.બીજીબાજુ આ હાઈપ્રોફાઈલ જુગારધામમાં વહીવટદારો પણ સામે હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં કેટલાક પોલીસ કર્મચારીઓ એવું પણ કહે છે કે જુગાર ધામ ઉપર સાથી મિત્રોએ ઠાંસી ઠાંસીને ખાધું છે હવે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ઘણું બધું ઓકાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Related posts

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ કેમ દોડી?

ApnaMijaj

વિકાસની દોટમાં ૭૫ ‘વૃક્ષનારાયણ’ની હત્યા !

ApnaMijaj

કલોલના કેસમાં ગાંધીનગર કલેકટર અને આરોગ્ય સચિવ ભરાયા…

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!