• રવીવારે રાત્રે 12:00 વાગ્યાના અરસામાં નરોડા પાટિયા વિસ્તારમાં ચકચારી ઘટના બની
• દહેગામના વેપારીને માર મારી લૂંટી લીધો: ઘાયલ વેપારી પોલીસ પાસે પહોંચ્યો પણ મદદ ન મળી
• રિક્ષામાં બેઠેલા લોકોએ ઘટનાને અંજામ આપ્યો, પોલીસે ફરિયાદ પણ લીધી નહીં
• પોલીસ એવી હોવી જોઈએ કે જેને જોઈને જનતા ડરે નહીં પરંતુ પોતાને સુરક્ષિત સમજે
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
દહેગામની દિવ્ય શક્તિ સોસાયટીમાં રહેણાંક અને નગરમાં રોયલ સ્ટોર નામની ગિફ્ટ આર્ટીકલની દુકાન ધરાવતા વેપારી સંજય રવિલાલ બખતરીયા મૂળ રાજકોટના વતની છે. જેવો કોઈ કામ અર્થે રાજકોટ ગયા હતા અને ગઈકાલે રવિવારે કોઈ વાહન મારફતે અમદાવાદના નરોડા પાટિયે રાત્રે અંદાજે 12:30 વાગ્યાના અરસામાં ઉતર્યા હતા. જોકે ગઈકાલે શહેરમાં વરસાદ પડ્યો હોવાથી માર્ગો પર લોકોની અવરજવર ઓછી હતી. પરંતુ ત્યાં એક રીક્ષા આવી હતી અને તેના ચાલકે નરોડા અંગેની બૂમ પાડતા વેપારીને દહેગામ જવાનું હોય તે રિક્ષામાં બેસી ગયા હતા. રિક્ષામાં પાછળની સીટ પર અન્ય બે શખ્સો પણ બેઠા હતા જેમાંથી એક જાણે ઉતરી વેપારી સંજય બખતરીયાને વચ્ચે બેસી જવા કહ્યું હતું. જે બાદ રીક્ષા દેવી સિનેમા માર્ગથી આગળ કચ્છ કડવા પાટીદાર વાડી પાસે આવેલા નેશનલ હેન્ડલુમ મોલ પાસે પહોંચી ત્યારે રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં સવાર શખ્સોએ બંને બાજુથી વેપારીના હાથ પકડી લીધા હતાં. જ્યારે રીક્ષાની ડેકી જેવી જગ્યામાં અગાઉથી છુપાઈને બેઠેલા એક શખ્સે તેમનું ગળું દબાવી દીધું હતું.
જોકે સમગ્ર બાબત કળી ગયેલા વેપારીએ શખ્સોથી બચવા મરણિયો પ્રયાસ કર્યો હતો અને તેણે રીક્ષા ચાલકને પાછળથી લાત મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી. જ્યાંથી વેપારી પોતાની પાસે રહેલો થયેલો ત્યાં જ મૂકીને જીવ બચાવવા દોડ્યો હતો જ્યાં એક સોસાયટીનો ગેટ ખુલો જોતા તે સોસાયટીમાં ઘૂસી ગયો હતો. પરંતુ રિક્ષામાં સવાર લોકો તેની પાછળ દોડ્યા હતા અને તેને પકડીને આડેધડ ફટકાર્યો હતો. જેથી વેપારીએ બૂમાબૂમ કરતા સોસાયટીમાં હાજર ચોકીદાર અને અન્ય લોકો દોડી આવતાં લૂંટારું શખ્સો ભાગી છૂટ્યા હતા. બાદમાં વેપારીએ રોડ પર ઉભેલી પોલીસની પીસીઆર વાન જોતા તે તેમની પાસે મદદ માટે ગયો હતો પરંતુ ગંભીર રીતે ગવાયેલા વેપારીને દારૂ પીધેલો સમજીને પોલીસે ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. જોકે વેપારીએ પોતાની સાથે બનેલી ઘટના કીધી પરંતુ પોલીસ તેમનું કઈ સાંભળવા તૈયાર નહોતી એટલે તેમને નરોડા પોલીસ મથકે જવા કહ્યું હતું જ્યાં પહોંચેલા વેપારીએ વાત કરી તો ત્યાં પણ કોઈએ તેમની વાત સાંભળી નહીં અને કોઈ ફરિયાદ પણ લીધી ન હતી. જોકે બનાવ વખતે વેપારીનો થેલો લૂંટારો શખ્સો લઈ ગયા હતા જેમાં કપડા અને 4000 જેટલી રકમ હતી. જ્યારે વેપારીનો ફોન ત્યાં માર્ગમાં પડી જતા કોઈ કેટરર્સ વાળા ને મળ્યો હતો. વેપારીએ કોઈ અન્ય પાસેથી પોતાના દીકરાને મોબાઈલ ફોન કરી નરોડા બોલાવ્યા હતા અને સઘળી હકીકત જણાવી હતી. જોકે લૂંટારુંના મારથી ગંભીર રીતે ગવાયેલા વેપારીને બાદમાં લોહીની ઉલટી થઈ હતી અને તેને સારવાર લેવાની પણ જરૂરિયાત પડી હતી.
• મિ. પોલીસ કમિશનર જો તમારી સેના આમ કરશે તો જનતા કોના પર ભરોસો કરશે?
દહેગામના વેપારીને માર મારીને અડધી રાત્રે લૂંટી લેવાની નરોડામાં ઘટના બની જે શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ હોય તેના પુરાવા આપી રહી છે. લુંટારૂના મારથી ઘવાયેલા વેપારીએ રાત્રે પેટ્રોલિંગમાં નીકળેલી પીસીઆર વાણ જોઈ અને તેના જીવમાં જીવ આવ્યો અને પોતાને સલામત સમજી તે પીસીઆર વાન સુધી પહોંચ્યો અને પોતાની સાથે બનેલી ઘટના જણાવી પરંતુ મૂઢમાર વાગવાથી તેમજ ભયભીત થઈને થરથરતો વેપારી સરખું બોલી શકતો ન હોય પીસીઆર વાનમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તેને તું પીધેલો છો અહીંથી જતો રહે તેવું કહી મદદ કરવાના બદલે તેને નરોડા પોલીસ સ્ટેશન મોકલી દીધો હતો. વેપારીના આક્ષેપ મુજબ તે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ત્યાં પણ તેને તું પીધેલો છો તેવું કઈ ત્યાંથી જતા રહેવા કહેવાયું હતું. પરંતુ તેણે પોતે વેપારી હોવાની વાત કરી સમગ્ર ઘટના જણાવી પરંતુ પોલીસે તેને મદદ કરવા માટે સાફ ઇનકાર કરી દીધો હતો. ક્યારે પ્રશ્ન એ થાય છે કે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સેના જો આમ કરશે તો પછી જનતા કોના પર ભરોસો કરશે?
• ઘટના સમયે કયા પોલીસ કર્મચારીઓએ મદદ ન કરી તેની તપાસ થવી જોઈએ
નરોડામાં દહેગામના વેપારીને લૂંટી લેવાની જે ઘટના બની છે તેમાં વેપારી પોલીસની મદદ માગવા ગયો હતો પરંતુ પોલીસે તેને મદદ આપવાના બદલે હડધૂત કરીને કાઢી નાખ્યો હતો. ફરજમાં પોલીસ અધિકારી ચેક કર્મચારી કેટલા સચેત છે તે અંગેના આકસ્મિક ઉચ્ચ અધિકારીના પોલીસ સ્ટેશનની મુલાકાતના તાયફા બહુ કરવામાં આવ્યા છે. જો કે તેમાં ક્યાંક કોઈ ફરજ નિષ્ઠ પોલીસ કર્મચારી શાબાશીના હકદાર ભૂતકાળમાં બન્યા છે. પરંતુ અહીં ફરજ ચૂકેલા એ અધિકારી કર્મચારીઓ કોણ હતા? સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ ચકાસીને કમિશનરે તપાસ કરી તેમની સામે પગલાં ભરવા જોઈએ તેવી માગણી પણ બળવતર બની છે.
(તમામ તસવીર પ્રતિકાત્મક છે)