Apna Mijaj News
કામગીરી

AMCના ડ્રાફ્ટ બજેટમાં 289 કરોડનો વધારો

પ્રોપર્ટી ટેક્સમાં 50 ટકા વધારો, પ્રદૂષણ નાખવા પહેલીવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ લેવાનું સૂચન

શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન ઘડી કઢાયું

અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ

       અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું હતું. ગત વર્ષના મ્યુનિસિપલ કમિશનરના 8111 કરોડના બજેટ કરતા રૂ. 289 કરોડની રકમનો વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના વધતાં જતા વહીવટી ખર્ચા અને રાજ્ય સરકારની મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટની ઓછી રકમને લઈ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્મેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરી દેવામાં આવ્યો છે. ફુગાવાના દર પ્રાથમિક સુવિધાઓના ખર્ચ વગેરેને પહોંચી વળવા કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં પણ 5 ટકાનો વધારો કરવા સૂચન કરાયું છે.
     મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2013માં શહેરની વસ્તી 55 લાખ હતી. જે વર્ષ 2023માં 72 લાખ થઈ છે. શહેરનો હદનો વિસ્તાર 2013માં બોપલ, ઘુમા, ચિલોડા, કઠવાડા, હંસપુરા અને નવા નિકોલ વગેરે વધીને 481 ચોરસ મીટરનો થયો છે. વર્ષ 2013નું બજેટ 4181 કરોડ હતું અને ગત વર્ષનું બજેટ 8,111 કરોડનું હતું. દર વર્ષે પાંચ ટકા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનું સૂચન કર્યું છે. નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારોના કારણે માળખાગત સુવિધા અને અન્ય સેવાઓનો વ્યાપ વધ્યો છે. દસ વર્ષમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો અને જીએસટી અમલના કારણે ટેન્ડર કોસ્ટમાં વધારો થયો છે. જ્યારે AMTS, BRTS, AMC MET, કુલ બોર્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને દર વર્ષે રૂ.1221 કરોડ ચૂકવવાના થાય છે. પ્રોપર્ટી ટેક્સમાં વધારાના કારણે 400 કરોડ રૂપિયાનો આવક થશે. એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના કારણે 60 કરોડની આવક થશે ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ચાર્જમાં વધારાના કારણે 140-150 કરોડની આવક થશે આમ અંદાજે 600 કરોડથી વધુની આવકનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધારો થશે.
        નોંધનીય છે કે છેલ્લા દસ વર્ષથી મિલકત વેરામાં વધારો થયો નથી, ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે રીતે આર્થિક પરિસ્થિતિ સતત નબળી થઈ રહી છે અને કરોડો રૂપિયાની લોન લેવાની જરૂર પડે છે. ત્યારે હવે કોર્પોરેશનની આવકમાં વધારો કરવા માટે થઈ ટેક્સમાં વધારો કરવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત વોટર, કન્વર્જન્સી ટેક્સમાં પણ વધારો કરવામાં આવશે. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ કમિશનર દ્વારા વર્ષ 2033- 24ના બજેટમાં પ્રોપર્ટી ટેક્સ અને વિવિધ ટેક્સમાં વધારો કરવાના મુખ્ય કારણો જાણવા મળ્યા છે. જેમાં કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ નબળી ચાલી રહી છે અને છેલ્લા કેટલાય સમયથી કોર્પોરેશનની આવક કોઈપણ રીતે વધી રહી નથી. છેલ્લા દસ વર્ષમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો નથી. કોર્પોરેશનના પ્લોટ છેલ્લે 2020માં વેચવામાં આવ્યા હતા. તેના સિવાય કોઈ પણ આવક થઈ નથી. ઉપરાંત કોર્પોરેશન તેના સંલગ્ન AMTS, BRTS, AMC MET, સ્કૂલ બોર્ડ એમજે લાઇબ્રેરી અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને દર વર્ષે રૂ. 1221 કરોડ રૂપિયા આપે છે.
કોર્પોરેશનને પ્રોપર્ટી સહિતના વિવિધ ટેક્સમાં શા માટે વધારો કરવો પડ્યો?
          મ્યુનિસિપલ કોર્પોરેશનને દર મહિને પગાર અને પેન્શન પેટે 140 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, જેની સામેની આવક માત્ર 93 કરોડ રૂપિયા મળે છે. જીએસટીના દરમાં વધારો અને ફેરફારથી ટેન્ડરની રકમમાં પણ વધારો થયો છે. રૂપિયા 700 થી 800 કરોડ રૂપિયાની ખૂટતી રકમના કારણે હવે કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ સહિત વિવિધ ટેક્સમાં વધારો કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના વિવિધ  વિસ્તારોમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે
       આજના ડ્રાફ્ટ બજેટના મુખ્ય અંશો ઉપર નજર કરીએ તો કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ પાંચ વિસ્તારોમાં ફ્રાય ઓવર બ્રિજ બનાવવાની પણ યોજના તૈયાર કરી છે. જેમાં પાંચ રેલવેલાઇન ફાટકમુક્ત બનાવશે,પંચવટી જંક્શન, માનસી જંકશન, વિસત જંકશન અને પાંજરાપોળ જંકશન પર સ્પીડ ફલાયઓવરબ્રિજ બનાવવાના આયોજન કરાયા છે.
કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટ ઉપર ઉડતી નજર….
      ચાંદલોડિયા, ઓગણજ, ગોતા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટે સ્ટોર્મ વોટર – સાયન્સ સીટી રોડ પર સ્ટોર્મ વોટર નાખવામાં આવશે – અમૃત સરોવર હેઠળ સોલા, બોડકદેવ મહિલા અને અસારવા ત્રણ તળાવને ડેવલોપ કરવામાં આવશે.
– નિકોલ રસપાન ચાર રસ્તાથી શેલ્બી હોસ્પિટલ સુધી પેલેસ્ટ્રીયલ રોડ – ખોખરા સર્કલથી અનુપમ સિનેમા સુધી પેડેસ્ટ્રીયલ રોડ – વસ્ત્રાલ તન્મય ભાજીપાવથી માધવ સ્કૂલ થી મેટ્રો રેલને જોડતા રોડને પેડેસ્ટીલ રોડ
– એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ આઇકોનિક રોડ – એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધી આઇકોનિક રોડ – વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધી આઇકોનિક રોડ – વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી આઈકોનિક રોડ – રાજપથ ક્લબથી એસપી રિંગ રોડ આઇકોનિક રોડ
અમદાવાદમાં  24 કલાક વોટર સપ્લાય સ્કીમ
– જોધપુર, સોલા ભાગવત વિદ્યાપીઠ, બાગબાન પાર્ટી પ્લોટ , ત્રાગડ, નિકોલ ભોજલધામ પાસે અને અબજીબાપા ફ્લેટ પાસે લાગૂ થશે
– વોટર મીટરથી પાણી અપાશે- અડધા ઇંચથી મોટા કનેક્શન માટે વોટર મીટરથી જ પાણી આપવાનું આયોજન
– પ્રથમ 20 હજાર લીટર વપરાશ માટે ટેક્સબુક મુજબનો વોટરપાર્ક અને તેથી વધુ વપરાશ માટે અલગથી ચાર્જ
– નિશ્ચિત પાણીના વપરાશથી વધુ પાણીના વપરાશ માટે ટેલિસ્કોપ પદ્ધતિ આધારિત પાણીનો ચાર્જ વસૂલવા આયોજન
– નરોડા મુઠીયા, હંસપુરા, કઠવાડા અને નાના ચિલોડા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર અને નેટવર્ક થશે
– 16 જગ્યાએ વ્હાઇટ ટોપિંગ રોડ બનશે
શહેરીજનો માટે ટ્રાન્સપોર્ટેશન અને આરોગ્યની સેવા
     BRTS – AMTSના 100 જેટલા રૂટ ઉપર 600 જેટલી ઇ રીક્ષા મૂકાશે, 2000થી વધુ પેડલ આસિસ્ટેડ અથવા ઇ બાઇક શરૂ થશે, નવા 13 અર્બન હેલ્થ સેન્ટર અને એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનશે, નવા 21 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવાશે,ચાંદલોડીયા અને ગોતામાં ફાયર સ્ટેશન,જોધપુર અને સરખેજમાં કોમ્યુનિટી હોલ,ટાઉનહોલનું રીનોવેશન કરાશે, પાલડી સંસ્કાર કેન્દ્ર હેરિટેજ બિલ્ડિંગનું રી-ડેવલોપમેન્ટ- મધ્ય અને પૂર્વ ઝોનમાં ડ્રેનેજ લાઇન સંપૂર્ણપણે બદલાશે.
શાકમાર્કેટ, તળાવ અને બગીચા વિકસિત કરાશે
     દરેક ઝોનમાં બે શાકમાર્કેટ મળી કુલ 14 શાકમાર્કેટ બનશે, વસ્ત્રાપુર લેક પાસે સીટી સ્કવેર, જુદી જુદી ત્રણ જગ્યાએ ફૂડ પાર્ક, 21 જગ્યાએ રીડિંગ રૂમ, 10 તળાવને વિકસિત કરવા સાથે 12 નવા બગીચા અને 11 બગીચા ડેવલોપમેન્ટ કરાશે.
•ડ્રેનેજ અને વોટર સિસ્ટમનો ડ્રાફ્ટ તેમજ ફાઇનલ માસ્ટર પ્લાન્ટનું નિર્માણ કરવા માટે સમાવેશ કરાયો
6 સ્મશાનને ડેવલોપમેન્ટ, 3 નવા બનાવશે – હેરિટેજ રૂટના 1.5 કિ.મી જેટલા રોડનું કોબાલ્ટ સ્ટોનથી બ્યુટીફીકેશન – ટોરેન્ટ પાવરથી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ – પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વર્કિંગ વુમન માટે મહિલા હોસ્ટેલ બનશે – મહિલાઓ માટે ઝોન દીઠ 1 she lounge બનશે – હોસ્પિટલ અને શાળાઓની નજીક બ્રિજ ઉપર સાઉન્ડ લગાવશે – ઓટોમેટીક પાર્કિગ, મેપ અને ડિજિટલ પેમેન્ટ રૂપે સ્પાર્ટ પાર્કિંગ – 25 કડિયાનાકા વિસ્તાર ડેવલોપમેન્ટ કરાશે – વર્ષ 2050ની જરૂરિયાત ધ્યાનમાં રાખી ડ્રેનેજ અને વોટર સિસ્ટમનો ડ્રાફ્ટ તેમજ ફાઇનલ માસ્ટર પ્લાન્ટ આ વર્ષે બનાવશે
રહેણાંકમાં રૂ. 23 અને બિન રહેણાંકમાં રૂ. 37નો વધારાના સૂચન સાથે પ્રોપર્ટી ટેક્સમાં વધારો
      વર્તમાન સમયમાં પ્રતિ ચોરસમીટર રહેણાંક માટે 16 રૂપિયા, બિન રહેણાંક માટે 28 રૂપિયા છે. જેમાં સુધારો કરી કમિશનરે નવો વધારો સુચવ્યો છે. રહેણાંક માટે 23 રૂપિયા, બિન રહેણાંક માટે 37 રૂપિયા સૂચવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24ના કમિશનર દ્વારા મૂકવામાં આવેલા બજેટમાં સૌપ્રથમવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધારે ઉપયોગ કરે અને શહેરમાં પ્રદૂષણ ઓછું તેમ ફેલાય તેને ધ્યાનમાં રાખી આ સૂચન કરાયું છે. શહેરીજનો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી વાપરતા અને પોતાના વાહનોનો ઉપયોગ કરી અને પ્રદૂષણ ફેલાતું હોવાથી આ યુઝર ચાર્જ લેવાનું કમિશનરે સૂચન કર્યું છે. જેમાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટર 5 રૂપિયાથી લઈ અને 3000 અને બિન રહેણાંક મિલકતોમાં 150થી લઇ અને 7000 રૂપિયા સુધીનો ચાર્જ લેવાનું સૂચન કરાયું છે.

Related posts

EVM મતદાન અંગે મતદારોને પ્રેરિત કરવા પ્રયાસ

ApnaMijaj

ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન

ApnaMijaj

નર્મદા નહેરનું કામ વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરાશે

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!