તિલક નગર વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા ભાવનગર શહેરના તિલકનગર વિસ્તાર ખાતે આવેલા આડોડિયા વાસ નજીક ક્રિકેટ મેચ પર સટો રમતા બે શખ્સોને ઘોઘા રોડ પોલીસે રોકડા રૂપિયા સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ઘોઘા રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તિલક નગર વિસ્તારમાં આવેલા આ ડોરીયા વાસ પાસે ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હોય ઘોઘા રોડ પોલીસે સ્થળ પર પહોંચી ક્રિકેટ મેચ પર સટો ૨મી રહેલા કપીલભાઈ લાભશંકરભાઈ પંડયા ભાવેશભાઈ જીવરાજભાઈ ધામેલીયાને રોકડા રૂપિયા મોબાઇલ મળે કુલ રૂપિયા ૬,૭૩૦ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અન્ય એક શખ્સ ચેતનભાઈ નથવાણી નાસી છૂટ્યો હતો. ત્રણેય શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ . હાથ ધરી હતી . . જ્યારે અન્ય એક શખ્સ ચેતનભાઈ નથવાણી નાસી છૂટ્યો હતો. ત્રણેય શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ . હાથ ધરી હતી . .