Apna Mijaj News
'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?

વિસનગર ભાજપમાં ભડાકા

વિસનગરના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકરોનું અપમાન!
મુખ્યમંત્રીના પ્રોટોકોલને સાચવવા આમંત્રિત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખોને પ્રવેશ ન મળતા અસંતોષ
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની) 
     વિસનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરોડોની કિંમતના આધુનિક નવનિર્મિત તાલુકા પંચાયત ભવન, સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી ભવનોનું ધામધૂમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ તો આ ભવ્ય કાર્યક્રમ માટે સ્થાનિક ભાજપ સંગઠન સહિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક આગેવાનોને આમંત્રણ પણ અપાયા હતા.

      પરંતુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક અણપેક્ષિત ઘટસ્ફોટ સર્જાયો જ્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો અને વરિષ્ઠ કાર્યકરોને પ્રવેશ પાસ વિના પ્રવેશ ન મળતા તેઓએ ભારે અપમાનની લાગણી અનુભવી હતી. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ સહિતના દૂર વિસ્તારમાંથી પહોંચેલા ૮૦ થી ૮૫ વર્ષના વયના ભૂતપૂર્વ પ્રમુખોને પોલીસ પ્રોટોકોલના બહાને મુખ્ય મંચ સુધી જવા દેવામાં આવ્યાં ન હતાં.

      આ મામલે મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા વિસનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે:“અમે આમંત્રિત થઈને કાર્યક્રમમાં હાજરી આપવા ગયા, પણ અમને પ્રવેશ પાસ ન આપતા કાર્યક્રમ છોડીને પાછા ફરવું પડ્યું. એવું લાગે છે કે હવે ભજવેલા મહત્વના પદોની પણ કદર રાખાતી નથી.” તેઓએ આ ઘટનાને ભાજપના જ કાર્યકરોનું ભાજપના જ એક કાર્યક્રમમાં અપમાન ગણાવ્યું અને કહ્યું કે વર્તમાન આગેવાનો અને તંત્ર માન-સન્માન જાળવવામાં નિષ્ફળ ગયાં હોવાની છાપ ઉપસી આવી હોવાનું મનાય છે.

      આ સમગ્ર ઘટનાને કારણે વિસનગર પંથકમાં ભારે ચર્ચા ઊભી થઈ છે. અનેક પાટીદાર આગેવાનોએ આંતરિક વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાકના મતે, ભવ્ય કાર્યક્રમો પાછળ પાર્ટીના ત્યાગી અને વરિષ્ઠ કાર્યકરોની અવગણના હવે સામાન્ય થઈ ગઈ છે, જે આગામી ચૂંટણીમાં અસરો ઉભી કરી શકે છે.
રાજકીય વલણ કે અમલદારી અવગણના? 
    વિસનગર પંથકમાં હવે પ્રશ્ન ઉભો થયો છે કે શું આ સમગ્ર ઘટના કાર્યકરોની અવગણના કરીને રાજકીય ચહલપહલ પૂરતી રહીકે પછી અમલદારીની બેદરકારી ભરી પ્રક્રિયા તણાવનું કારણ બની? સમગ્ર મામલે ભાજપના આંતરિક વર્તન અને પાર્ટી કાર્યકરોની પ્રાથમિકતા અંગે ગંભીર મંથનની જરૂરિયાત ઊભી થઈ છે. આવાં કાર્યક્રમોમાં મહેમાનોના માન-સન્માનનું જતન ન થવામાં કેવળ તંત્ર કે સંગઠન જવાબદાર છે તેનો ખુલાસો આવનારા સમયમાં ચોક્કસ ચર્ચાસ્પદ રહેશે.

રોગી કલ્યાણ નિધિ કમિટીના સભ્યોમાં પણ કચવાટ 
     સિવિલ હોસ્પિટલના લોકાર્પણમાં પણ અહીં નિર્માણ કરાયેલી રોગી કલ્યાણ નિધિ કમિટીના સભ્યોને પણ પ્રોટોકોલના કારણે પ્રવેશ પાસ આપવામાં ન આવ્યા હોવાની પણ ચર્ચા ઉઠી છે. જેને લઈને કમીટીના સભ્યોને પ્રવેશ નહીં મળવાથી તેઓએ પણ કાર્યક્રમને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમમાં આયોજકોએ આમંત્રિત કર્યા પછી ભાજપના જ કાર્યકરોને અપમાનજનક પરિસ્થિતિમાં મૂકી દેતાં આ બાબતે હવે ભારે કચવાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

રાજ્યના શિક્ષણ તંત્રમાં કંઈક રંધાણું એટલે ગંધાણું

ApnaMijaj

બોગસિયા પત્રકારોની બોલબાલા!

ApnaMijaj

ઊંઝા APMCનો વહીવટ એમને કરવો છે જેમનાથી…

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!