



મહેસાણામાં કથીત પત્રકારોએ વેપારીને દબાવ્યો
•હૈદરી ચોકમાં ધાકધમકી, લુખ્ખાગીરી અને ગાડી ચઢાવવાનો પ્રયાસ
•’પત્રકાર’નો નકાબ પહેરી ખંડણીનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની ચર્ચા
•કરિયાણાની દુકાને ઘૂસીને યુવક અને યુવતીઓએ ગેરકાયદેસર રીતે જીએસટી નંબર માગ્યો
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)

મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં આવેલ એક કરિયાણાની દુકાને તા. ૧૬ મે શુક્રવારના સાંજે છ વાગ્યાના અરસામાં ચાર યુવતીઓ અને એક યુવક જેઓ પોતાને પત્રકાર હોવાનું કહી અચાનક ઘૂસી ગયા અને દુકાન સંચાલકને ગેરકાયદેસર રીતે ડરાવતાં ધમકાવતાં પૂછ્યું કે “તમારો જીએસટી નંબર કયા છે?” આવી રીતે દુકાનદારને દબાણમાં લેવાના પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટનાને જોઈને ત્યાં હાજર સ્થાનિક યુવા પત્રકારે હિંમતભેર પૂછ્યું કે, “તમે કોણ છો? અને ક્યાંના પત્રકાર છો?” આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાના બદલે કથિત પત્રકાર યુવક અને યુવતીઓ ઉશ્કેરાયા અને બોલાચાલી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તેઓએ દુકાનના બહાર રાખેલી પોતે લાવેલી ‘શિફ્ટ’ ગાડીમાં સવાર થઈને ભાગવાનો પ્રયાસ કર્યા સાથે પત્રકારને કચડી નાખવાના ઇરાદે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. જેના પરિણામે પત્રકારના પગમાં અસ્થીભંગ જેવી ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
