Apna Mijaj News
રાજકીય

શું MCDને આજે પણ નહીં મળે મેયર? મનીષ સિસોદિયાએ કર્યો મોટો દાવો

દિલ્હીમાં મેયરની ચૂંટણીના નિષ્ફળ પ્રયાસો બાદ આજે ફરીથી મેયરની ચૂંટણી યોજાવાની છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ મેયરની ચૂંટણી પહેલા મોટો દાવો કર્યો છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે, ભાજપે તેના કાઉન્સિલરોને આજે MCDની બેઠકમાં ફરીથી મેયરની ચૂંટણી ન થવા દેવાની સૂચના આપી છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ દાવો કર્યો કે, “ભાજપના કાઉન્સિલરોને ગૃહ શરૂ થતાંની સાથે જ કોઈ બહાને હોબાળો મચાવવા માટે કહેવામાં આવ્યું છે. પ્રિસાઈડીંગ ઓફિસર પાછલી વખતની જેમ ફરીથી ગૃહની કાર્યવાહી મુલતવી રાખશે. LG ફરીથી 20 દિવસ પછી તારીખ આપશે.”

આ પહેલા પણ નથી થઈ શકી મેયરની ચૂંટણી 

આજ પહેલા, દિલ્હી મેયર ચૂંટણી માટે 6ઠ્ઠી જાન્યુઆરી અને એ પછી 24મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી પરંતુ BJP-AAP કોર્પોરેટરોને કારણે આ ચૂંટણી થઈ શકી ન હતી. 6 જાન્યુઆરીના રોજ, આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ નામાંકિત કાઉન્સિલરોને પ્રથમ શપથ લેવડાવવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના પગલે ઉગ્ર હોબાળાને જોતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. 24 જાન્યુઆરીએ તમામ કાઉન્સિલરોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, પણ એ દિવસે પણ દિલ્હીને મેયર મળી શક્યો નથી. એવામાં આજે માત્ર મેયર, ડેપ્યુટી મેયર અને MCDના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી થવાની છે. પરંતુ સવાલ એ છે કે શું આજે દિલ્હીને મેયર મળશે? કે ફરી BJP-AAP કોર્પોરેટરો હોબાળો કરીને આ ચૂંટણી નહીં થવા દે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ 134 કાઉન્સિલરો જીત્યા હતા, જ્યારે 15 વર્ષથી MCDમાં રહેલા ભાજપને 104 કાઉન્સિલરોથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ પાર્ટીને આ ચૂંટણીમાં માત્ર 9 બેઠકો મળી હતી.

MCD ચૂંટણી પછી, ભાજપે મેયર પદ માટે તેના ઉમેદવાર તરીકે રેખા ગુપ્તાને નોમિનેટ કર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ શેલી ઓબેરોયને આ પદ માટે નોમિનેટ કર્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી MCD ડેપ્યુટી મેયર પદ માટે આલે મોહમ્મદ ઈકબાલને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, તેઓ ભાજપના કમલ બાગરી સામે ટકરાશે. આ ઉપરાંત આજે MCD સ્ટેન્ડિંગ કમિટિ માટે 6 સભ્યોની ચૂંટણી પણ યોજાવાની છે.

Related posts

ભારત જોડો યાત્રા: પંજાબ માટે ઉભરાયો રાહુલ ગાંધીનો પ્રેમ, કહ્યું શું છે તેમનું લક્ષ્ય?

Admin

જૂનાગઢમાં મૃત ગૌવંશના ચામડા પ્રકરણમાં નિવેદનો લેવાનું શરૂ, સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દેનાર

Admin

ભાજપે બંગાળ-અરુણાચલ પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો કોને ઉતાર્યા મેદાનમાં

Admin

Leave a Comment

error: Content is protected !!