![Voice Reader](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/play.png)
![Stop Voice Reader](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/stop.png)
![Pause](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/pause.png)
![Resume](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/play.png)
Stock Market Opening: ભારતીય શેર બજાર ( Indian Stock Market) માં આજે તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. મજબૂત ગ્લોબલ સંકેતોને કારણે સ્થાનિક બજારમાં પણ થોડો મજબૂત કારોબાર જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, આઈટી, મેટલ શેરોના જોરે બજાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) આજે લીલા નિશાનમાં ખુલ્યા છે.
કેવપ ખુલ્યુ બજાર
આજે શેર બજારમાં તેજી સાથે કારોબારની શરૂઆત થઈ હતી, જેમાં BSE નો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 180.53 અંક એટલે કે 0.30 ટકાના વધારા સાથે 61,122.20 પર ખુલ્યો હતો. આ સિવાય એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 65.40 પોઈન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 18,183.95 પર ખુલ્યો હતો.
સેંસેક્સ અને નિફ્ટીની સ્થિતિ
સેન્સેક્સ અને નિફ્ટીના શેરો આજે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે. સેન્સેક્સના 30 માંથી 23 શેરોમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તેના 7 શેરોમાં ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડિંગ જોવામાં આવી રહ્યું છે. આજે નિફ્ટીના 50 માંથી 35 શેરો લીલા નિશાનમાં મજબૂતી સાથે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે 14 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. 1 શેરમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો.
આજના તેજી વાળા શેર
સેન્સેક્સમાં સૌથી મોટો ઉછાળો ટાટા મોટર્સમાં જોવા મળી રહ્યો છે અને તે 2 ટકા વધ્યો છે. HDFC બેન્ક 1.18 ટકા, એશિયન પેઇન્ટ્સ 1 ટકા, એચસીએલ ટેક 0.93 ટકા અને ઇન્ફોસિસ 0.85 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. ઈન્ડસઇન્ડ બેન્ક 0.80 ટકાની મજબૂતી પર છે. આ સિવાય બજાજ ફિનસર્વ, મારુતિ, ટાઈટન, બજાજ ફાઇનાન્સ, L&T, HDFC, TCS, ટેક મહિન્દ્રા, SBI, M&M, ITC, ICICI બેંક, વિપ્રો, રિલાયન્સ અને HUL લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે.
આજે લાલ નિશાન વાળા શેર
આજે લાલ નિશાન વાળા શેરોમાં NTPC, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, અલ્ટ્રાટેક, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક અને પાવરગ્રીડના શેર લાલ નિશાન સાથે ટ્રેડિંગ કરી રહ્યાં છે.
પ્રી- ઓપનિંગમાં બજાર કેવુ રહ્યું
બીએસઈનો સેન્સેક્સ આજે 118.91 પોઈન્ટ અથવા 0.20 ટકાના વધારા સાથે 61060ના સ્તરે અને એનએસઈનો નિફ્ટી 24.20 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 18142.75ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.