ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર ના ગોકુલપર ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. કાર અને આઇસર વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકો જોડિયા તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. પીઠડ ગામના મૃતક કારચાલક ટીમલી ગામે યોજાયેલ ભજનના કાર્યક્રમમાં સહભાગી થવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. મંગળવારની સવાર વધુ એક વખત અમંગળ સાબિત થઈ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર આવેલા ગોકુલપર ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. એક કાર અને આઇસર ધડાકાભેર સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ કારમાં સવાર યુવરાજસિંહ જગતસિંહ જાડેજા, જયદેવસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રે ટીબડી અને તેમજ જોડિયા તાલુકાના પીઠડ ગામના લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરાને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા ત્રણેયના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ ધ્રોલ પ્રાથમિક સારવાર આપી જામનગર ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે ધ્રોલ પોલીસ ટક્કર નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતીઆ બનાવ અંગે મૃદુતક લાલજીભાઈ ગોગરાના ભાઈએ ધ્રોલમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મૃતક ભાઈ લાલજીભાઈ 23 મીના રોજ રાત્રિના ટીમલી ગામે સંબંધીને ત્યાં યોજાયેલ ભજનના કાર્યક્રમમાં ભજન સાંભળવા માટે ગયા હતા. દરમિયાન રાત્રે 12 વાગ્યે ફોન લાલજીભાઈનો ફોન આપ્યો હતો તેઓએ કહ્યું હતું કે મિત્રો તેઓને મળી ગયા છે અને તેઓ ધ્રોલ ખાતે કારમાં ગેસ ભરાવવા અને નાસ્તો કરવા જઈ રહ્યા છે’ ત્યારબાદ તેઓ મિત્રોને ટીબડી મૂકી પરત આવી જશે. પરંતુ એક દોઢ વાગ્યે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તેઓના ભાઈની કારનો અકસ્માત થયો છે. જેને લઈને તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.