Apna Mijaj News
"એકતાનો રંગ"

છાત્રા આપઘાત કેસમાં સંગઠનોનો આક્રોશ

અલગ અલગ ચાર સંગઠનોએ કલેકટર કચેરીમાં આવેદનપત્રો આપી નિષ્પક્ષ તપાસની માગણી કરી
બાસણા મર્ચન્ટ કોલેજ છાત્રાના આપઘાત કેસમાં ડીવાયએસપીની ભૂમિકા શંકાસ્પદ હોવાના આક્ષેપ
• મહેસાણા જિલ્લા બાર એસોસિએશને પોલીસની કાર્યવાહી ઉપર સવાલો ઉઠાવ્યા
• ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ, એબીવીપી અને ગંગાચાર્ય વાહીની પણ વિરોધમાં
મામુલી ગુનાના કામમાં આરોપીઓના રિમાન્ડ માગતી પોલીસ અહીં કેમ રિમાન્ડ માગવામાં પાછી પડી?

અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ

      બાસણા નજીકની મર્ચન્ટ કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકાના આક્ષેપ સાથે મહેસાણા જિલ્લા બાર એસોસિયેશનના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકઠાં થયેલા વકીલોએ આજે કલેકર કચેરીએ આવેદનપત્ર આપીને મૃતક છાત્રા અને તેમના પરિવારજનોને ન્યાય આપવા માટેની માગણી બુલંદ બનાવી હતી. ઉપરાંત ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ (રાજ્યકક્ષા), ગંગાચાર્ય વાહિની તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આવેદનપત્ર આપીને દોષિત પ્રિન્સિપાલ, પ્રોફેસરો અને કોલેજ સંચાલકો સામે પણ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

   મહેસાણા- વિસનગર હાઇવે પર આવેલાં બાસણા ગામ નજીક આવેલી મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ કોલેજના પ્રિન્સિપાલ તેમજ ચાર પ્રોફેસરના ત્રાસથી હોસ્ટેલમાં જ ગળાફાંસો ખાઈને મોત વહાલું કરી લીધું હતું. જિલ્લાના ચકચારી કેસમાં પોલીસે કોલેજના પ્રિન્સિપાલ તેમજ ચાર પ્રોફેસરોની ધરપકડ કરી લીધી હતી. જે ઘટનામાં મૃતક છાત્રાએ લખેલી ત્રણ સ્યુસાઈટ નોટ મળી આવી હોવાનું કહેવાય છે. તેમ છતાં પોલીસે કોર્ટમાં રજૂ કરેલા આરોપીઓના રિમાન્ડની માગણી નહીં કરતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

     બુધવારે મહેસાણા જિલ્લા બાર એસોસિયેશનના વકીલોએ વાંધો ઉઠાવી પોલીસની સમગ્ર કાર્યવાહી સામે શંકા દર્શાવી છે. ઘટનાના પગલે ક્રોધે ભરાયેલા વકીલોએ મામુલી ગુનાના કામમાં આરોપીઓના રિમાન્ડ માગતી પોલીસે અહીં કેમ રિમાન્ડની માંગણી કરી નહીં તેવા પ્રશ્ન ઉઠાવી એટ્રોસિટી સહિતની અમુક કલમો ગુનામાં ના લગાવતાં પોલીસની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી હતી. ઉપરાંત તેઓએ કલેકટર કચેરીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આરોપીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે ડીવાયએસપી કક્ષાના અધિકારીએ હાજર રહેવું જોઈએ તેના બદલામાં અને અમલદારોને મોકલી આપવામાં આવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં મૃતક છાત્રા તેમજ તેના પરિવારજનોને ન્યાય મળે તે દિશામાં પગલા ભરવા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવેલી છે.

 

Related posts

અરે યાર..આવ આવ.. ભુજ કોલેજમાં આવું સંભળાયું

ApnaMijaj

મહેસાણાની જનતાના હૈયા થનગની ઉઠ્યાં

ApnaMijaj

મારવાડી સમાજની આ મહિલાએ ‘સંસ્કારો’ દીપાવ્યા

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!