મહેસાણા જિલ્લા માહિતી વિભાગના ફોટોગ્રાફરનો ઉદ્યોગ પ્રધાનના હસ્તે બહુમાન કરવામાં આવ્યું
• 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લાના રાજકીય, સામાજિક અને સંસ્થાકીય આગેવાનોની ઉપસ્થિતિ
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
મહેસાણા જિલ્લાના પાંચોટ મુકામે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના ઉદ્ય્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે જિલ્લા માહિતી કચેરીના પ્રેસ ફોટોગ્રાફર ચંદુભાઈ જી. પટેલનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાની 81થી વધુ સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના રાજકીય, સામાજિક અને સંસ્થાકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ફોટોગ્રાફરને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે સ્પોર્ટ સેન્ટર ખાતે આજે દેશનો 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. જિલ્લાની તમામ સરકારી કચેરીના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીના ટેબ્લો, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ત્રિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રગાન તેમજ દેશભક્તિના ગીતોની સુરાવલી વચ્ચે કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર એમ નાગરાજન, રાજ્યના ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપુત, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્ય સભા સાંસદ મયંકભાઇ નાયક, ધારાસભ્ય મુકેશ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિત તમામ રાજકીય પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર લોકોને બહુમાન આપવામાં આવ્યું જે પૈકી અહીંની માહિતી કચેરીના ફોટોગ્રાફર ચંદુભાઈ જી. પટેલનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઉદ્યોગ મંત્રીના હસ્તે સન્માન પત્ર એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.
માહિતી કચેરીના ફોટોગ્રાફરનું સન્માન થતા કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળી હતી. અત્રે નોંધણી એ છે કે ફોટોગ્રાફર ચંદુભાઈ પટેલ દ્વારા જિલ્લાના ઐતિહાસિક ગણાતા વડનગર, મોઢેરા સહિતના વિવિધ વિસ્તારમાં આવેલ અનેક સાંસ્કૃતિક વારસાઓને કચકડે કંડારવાનું કાર્ય વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. ફોટોગ્રાફી દ્વારા ઐતિહાસિક સ્થળો તેમજ સરકારી કાર્યક્રમોને સતત જીવંત રાખવા માટે તેઓએ માહિતી કચેરીને યોગદાન પૂર્ણ પાડેલ છે.