મહેસાણા એસોજીએ મોબાઈલ ચોરી કરનાર શખ્સને પકડી પાડ્યો
મહેસાણા: અપના મિજાજ ન્યુઝ
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલે મિલકત સંબંધિત ગુના ઉકેલી કાઢવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એનઆર વાઘેલાને સૂચના આપતા તેમના માર્ગદર્શન તળે એસ ઓ જીની ટીમ સતર્ક બનીને અસરકારક કામગીરી કરવા કાર્યરત બની છે.
એસઓજીના પી.એસ.આઇ ઉદયસિંહ બી ઝાલા સહિતની ટીમ મિલકત સંબંધિત ગુના ઉકેલ માટે કાર્ય કરી રહી હતી એ અરસામાં કોન્સ્ટેબલ વિશ્વનાથ પ્રતાપસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, વિજાપુર પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ચોરીની ફરિયાદમાં ચોરી થયેલા ફોન સાથે એક ઈસમ મહેસાણા શહેરમાં ફરી રહ્યો છે. જેને પકડી પાડી તપાસ કરતા તેની પાસેથી ચોરી કરેલો ફોન મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં પકડાયેલો શખ્સ ઠાકોર ચંદન ચતુરજી માણસા તાલુકાના માણેકપુર ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસે તેની પાસેથી વિવો કંપનીનો 8000ની કિંમતનો ફોન કબજે લઈ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.