Apna Mijaj News
આમને- સામનેવિસનગરમાં વહુએ સાસુને ધોકાવી

વહુ વિફરી, સાસુની ‘મોસમ’ બદલી

વિસનગરની વહુ વિફરી સાસુને છરી બતાવી
સાસુએ રસોડું સાફ કરવાનું કહેતાં ઉદ્ધતાઈ કરી તેમની મોસમ બદલી નાખી
• અંતે સમગ્ર કિસ્સો વાજતે ગાજતે પોલીસ મથકમાં પહોંચ્યો વહુ સામે ફરિયાદ

વિસનગર: અપના મિજાજ ન્યુઝ

          વિસનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલી ‘વિવેકાનંદ’ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારની વહુને સાસુએ રસોડું સાફ કરવાનું કહેતા તે ‘વિવેક’ ચુકી અને સાસુ સાથે તકરાર કરી તેમના વાળ પકડી તમને માર મારી સાયકલનું પેન્ડલ ફટકારી દીધું હતું. એટલું જ નહીં વિફરેલી વહુએ રસોડામાં પડેલું ચપ્પુ બતાવી સાસુ સસરા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમના ચહેરાની ‘મોસમ’ જાણે બદલી નાખી હતી.

              સમગ્ર ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ શહેરના ગાયત્રી રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કૈલાસબેન રાજેશ પ્રજાપતિએ તેમની પુત્રવધુ મોસમને રસોડું સાફ કરી દેવા માટે કહ્યું હતું. જેથી તેમની વહુએ રસોડું સાફ કરવાનો ઇનકાર કરી દેતા તેઓએ વહુ ને ‘આમ કેમ બોલો છો?’ તેમ કહ્યું હતું. જેથી ઉશ્કેરાઈ ગયેલી તેમની પુત્રવધુ મોસમની માનસિકતાએ પણ જાણે મોસમ બદલી નાખી હોય તેમ તેણે તેમના સાસુના વાળ પકડી તેમના પર હુમલો કરી દીધો હતો. વિફરેલી વહુએ વાઇપરના દંડા વડે સાસુને માર મારી અપશબ્દો બોલીને ચપ્પુ બતાવી સાસુ સસરા બંનેને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Related posts

મહેસાણા કોંગ્રેસમાં ધબાધબી…

ApnaMijaj

કલોલના કોંગી MLAને હરાવવા કોણ મેદાનમાં?

ApnaMijaj

અમદાવાદમાં પેપર કપની મોકાણ….!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!