Apna Mijaj News
અંતરની વ્યથા

બોલો, કચ્છના સાંસદથી મામુલી કામ થતું નથી

મિ. સાંસદ તમે તો લુડવાના લોકોનો ભરોસો તોડી નાખ્યો

મોબાઈલ ફોન સુવિધાથી વંચિત ગ્રામજનોને તમે વારંવાર વચનો આપ્યા પરંતુ એક મામુલી કામ તમારાથી થતું નથી?!
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
    માંડવી તાલુકાના લુડવાના ગ્રામજનો છેલ્લા કેટલાક વર્ષોથી મોબાઇલ ફોનની સેવા લઈ રહ્યા છે પરંતુ એ સેવા એટલી હદે કથળેલી છે કે કોઈપણ ગ્રાહક પોતાના ઘરમાં બેસીને તે સેવાનો લાભ લઈ શકતો નથી. જો કોઈપણ ગ્રાહકે કોઈ સગા સંબંધી કે અન્ય લોકો સાથે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરવી હોય તો ફરજિયાત ઘરથી બહાર નીકળવું પડે અથવા તો અગાસી પર ચડીને જ્યાં કવરેજ મળતું હોય ત્યાં જઈને તડકો હોય ઠંડી હોય છાયડો હોય કે વરસાદ હોય તો પણ મજબૂરન વાતચીત કરવી પડતી હોય છે.
      આ સમસ્યા અંગે ગ્રામજનોએ વારંવાર તેમના સાંસદને રજૂઆત કરી છે પરંતુ કચ્છ મોરબીના સાંસદથી એક મામુલી કામ થતું નથી. બીજા અર્થમાં કહીએ તો ચૂંટણી ટાણે કે અન્ય કોઈ કારણોસર લુડવા ગામની મુલાકાતે આવેલા સાંસદ સમક્ષ ગ્રામજનોએ આ મુશ્કેલી અંગેની રજૂઆત કરી છે ત્યારે સાંસદ તરફથી કામ થઈ જશે તેવું વચન એક વખત નહીં અનેક વખત આપ્યું છે પરંતુ એ વચન પાળી બતાવવામાં સાંસદ ઉણા ઉતર્યા છે. જેથી ગ્રામજનોમાં માત્ર સાંસદ જ નહીં પરંતુ ટેલિકોમ કંપની સામે પણ નારાજગી જોવા મળી રહી છે.
        ગ્રામજનો અનેક વખત સાંસદને પોતાની સમસ્યા વિશે અવગત કરી ચૂક્યા છે પરંતુ હવે તો સાંસદ વિનોદ ચાવડાની છાપ એવી ઉપસી છે કે તેમનાથી એક શેકેલો પાપડ પણ ભાંગતો ન હોય એ રીતે તેમનાથી એક મામુલી મોબાઇલ કવરેજ સારી રીતે મળે અને ગ્રામજનોને તેનો લાભ ઉત્તમ રીતે મળે એ દિશાનું કામ તેઓ કરી શકતા ન હોવાનું જન માનસમાં છપાઈ ગયું છે. વર્ષોથી મોબાઇલ કવરેજની સમસ્યાથી પીડાતા લુડવાના ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાંસદ તરફથી માત્ર ઠાલા વચનો જ અપાયા છે. એ દિશામાં નક્કર કોઈ કામગીરી થઈ નથી જેનો રંજ ગ્રામજનોને રહી ગયો છે. જાણવા તો એમ પણ મળ્યું છે કે આગામી કોઈપણ ચૂંટણીમાં હવે સાંસદને ગ્રામજનોના આ પ્રશ્નનો સામનો પણ કરવો પડી શકે તેમ છે.

Related posts

ભરતીમાં ઢીલ મુકો માનનીય જીતુભાઈ વાઘાણી, ચૂંટણીમાં ઢીલ મુકશે વિદ્યા સહાયકો

ApnaMijaj

ભાજપે ચૌધરી સમાજની કોણીયે ગોળ ચોપડ્યો

ApnaMijaj

કચ્છ કોંગ્રેસના લડાયક નેતાએ રાજીનામું કેમ આપ્યું?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!