Apna Mijaj News
Other

નિર્લિપ્ત રાય સહિતની ટીમ શોકમાં ઘરકાવ

દસાડા નજીક બનેલી ઘટનામાં એસએમસી વડા સહિતની ટીમ શોકમાં ઘરકાવ

દારૂ ભરેલી કાર રોકવા જતા એસએમસીના પીએસઆઇનું અકસ્માતમાં નિધન: પોલીસ બેડામાં શોક પ્રસર્યો
• અકસ્માતને લઈને ફેલાયેલી અફવાઓને રોકવા એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટતા સાથે સંદેશો મોકલ્યો
•ઘટનાના પગલે એસએમસીના વડા રાય, ડીવાયએસપી કેટી કામરીયાએ ભારે હૃદયે શોક વ્યક્ત કર્યો
અપના મિજાજ ન્યુઝ: (સંજય જાની)
          સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી માર્ગ પર દારૂ ભરેલી કાર રોકવા જતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના જાંબાજ પીએસઆઇ જે એમ પઠાણનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચારે એસએમસી ટીમ સહિત રાજ્ય પરના પોલીસ બેડામાં અને માધ્યમોમાં શોકની લાગણી પ્રસરાવી દીધી છે. બીજી તરફ અકસ્માત સંદર્ભે અનેક અફવા અને અટકળો વહેતી થતા એસએમસીના વડા ડીઆઇજી નિર્લિપ્ત રાયે અફવા રોકવા અને અટકળો કરવાનો આ સમય નથી તેવું કહીને એક સંદેશો વહેતો કરી ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

       ઘટના અંગે વિગતો સ્પષ્ટ કરતાં એસએમસીના ડીવાયએસપી કે ટી કામરીયાએ શોક મગ્ન હૃદયે જણાવ્યું હતું કે, એસએમસી ટીમના પી.એસ.આઇ જાવેદખાન એમ. પઠાણ તારીખ : 5 /11/2024ના કલાક 2.30 વાગે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. આ વખતે હકીકત મળેલ કે ત્યાંથી એક creta દારૂ ભરેલી પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ એસએમસીની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટ્રેલર અને ક્રેટા કાર રોકાયેલ નહિં.
      એ વખતે ટેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતાં ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયેલ અને સાથેની ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ સાઈડમાં ફંટાઈ ગયા હતા.
     આમ, ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા creta ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગયેલ અને ટ્રેલર અને ફોર્ચુનરના લાઈટના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે‌. જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે‌
બનાવને લઈને વહેતી થયેલી અટકળો અંગે એસએમસી વડા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી
       ઘટના અંગે વહેતી થયેલી અટકળો અંગે એસએમસીના વડા ડીઆઇજી નિર્લિપ્ત રાયે એક સંદેશા મારફતે સ્પષ્ટતા કરી હતી કે, અકસ્માત સમયે PSI જાવેદખાન પઠાણના ભાઈ ફિરોઝની હાજરી અંગે મીડિયાની પૂછપરછના જવાબમાં આથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે ફિરોઝ હાલમાં ચંદીગઢમાં છે અને ગુજરાતમાં હાજર નહોતો. તેઓ આજે 12:00 કલાકે અમદાવાદની ફ્લાઈટમાં બેસવાના છે. વિનંતી કરવામાં આવે છે કે આ બાબતને લઈને કોઈ અફવાઓ ન ફેલાવો, કારણ કે અટકળો માટે આ યોગ્ય સમય નથી.
• ‘અપના મિજાજ ન્યુઝ’ ટીમ દ્વારા મર્હુમ અધિકારીને શ્રદ્ધાંજલિ 
         સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે એમ પઠાણ પોતાની ફરજ બજાવતા નડેલા અકસ્માતમાં પ્રાણ ગુમાવી ચૂક્યા છે. જે અંગેના સમાચાર આઘાતજનક છે. ‘અપના મિજાજ ન્યુઝ’ ના તંત્રી સંજય જાની સહિતની ટીમે આ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી મર્હુમ અધિકારીને શ્રદ્ધાંજલિ પાઠવી ઘટનામાં ઘાયલ હેડ કોન્સ્ટેબલ જલદી સાજા થઈ જાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

રાજકોટમાં બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું આયોજન: ૬ ટીમ વચ્ચે રમાતી મેચ

Admin

હિમવર્ષાનો આનંદ માણવા માંગો છો? તમે જાન્યુઆરીમાં આ સ્થળોએ બરફવર્ષાનો આનંદ માણી શકો છો

Admin

‘અમને ભારતમાં રહેવાની પરવાનગી આપનાર તમે કોણ?’ મોહન ભાગવતના નિવેદન પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 

Admin

Leave a Comment

error: Content is protected !!