Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

રાજ્યમાં અભયમ 181 અડધી રાતનો સથવારો

ગુજરાત ની મહિલાઓમાં વધુ વિશ્વસનીય બનતી અભયમ,૧૮૧ મહિલા હેલ્પ લાઇન

અમદાવાદ :અપના મિજાજ ન્યુઝ

        મહિલાઓ પર થતાં શારિરીક, માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ હિંસા સહિતના અન્ય પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માગૅદશૅન મળી રહે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ. એમ. આર.ગ્રીન હેલ્થ સર્વિસ દ્રારા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન વર્ષ 2015થી પૂરા રાજ્યમાં કાર્યાન્વિત કરવામા આવી છે.
     પ્રથમ ચરણમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ – સુરત શહેર અને ગાંધીનગર જીલ્લામાં ૬ અભયમ રેસ્કયું વાનથી ૨૪x૭ શરૃઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અભયમ સેવાને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળતા રાજ્ય સરકાર દ્રારા 8 માર્ચ 2015 આંતર રાષ્ટ્રીય મહિલા દિવસના તત્કાલિન મુખ્ય મંત્રીના હસ્તે ગૂજરાત રાજ્યમાં આ સેવાનું વિસ્તરણ કરી અગાઉ ૬ રેસ્ક્યુ વાનમાં બીજી ૫૩ રેસ્કયું વાનને લોકર્પિત કરી કુલ ૫૯ રેસ્ક્યું વાન કાર્યાન્વિત કરવામાં આવી. આમ, રાજ્યની મહિલાઓને સલામતી, બચાવ અને સુરક્ષા માટે હંમેશા આગવી પહેલ કરનાર દેશનું પહેલું રાજ્ય પ્રસ્થાપિત થયેલું છે.
        વર્ષ 2015થી 2023 દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓ તરફથી કુલ ૧૩,૯૯,૭૫૭થી વધુ કોલ મળેલ છે. જેમાં તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ સાથે 2.82લાખથી વધુ પિડિત મહિલાઓને સેવાનો લાભ પહોંચાડાયો છે. આ ઉપરાત જરૂરીયાત મુજબ સરકારના અન્ય માળખાઓ સાથે સંકલન કરી પોલિસ સ્ટેશન, નારી સંરક્ષણ ગૃહ, પોલિસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, નારી અદાલત,૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ, કાનૂની સહાયતા કેન્દ્ર મેન્ટલ, વૃધ્ધાશ્રમ,હોસ્પિટલ અને સંસ્થાઓ વગેરેમાં આગળની ન્યાયિક અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી પહોંચાડવામાં આવી સાચા અર્થમાં સુરક્ષા પુરી પાડવામાં આવેલ છે.
     ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની મુખ્ય ખાસિયત છે કે જે ચોવીસ કલાક વિના મૂલ્યે કાર્યરત છે જેમાં કોઈપણ પિડીત મહિલા, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ સહિત વૃદ્ધો પણ મૂશ્કેલીના સમયે મદદ મેળવી શકે છે. આ હેલ્પ લાઇનના ૧૮૧ ટોલ ફ્રી નંબરમાં ત્રાહિત વ્યકિત તરીકે પુરુષ પણ કોલ કરી પીડિતાને મદદરુપ બની શકે છે. જેની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ ઉપરાંત સરકારની મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક જાણકરી પૂરી પાડવામાં આવે છે.
      ઘરેલુ હિંસા સહિતના કામકાજના સ્થળે જાતીય સતામણી, લગ્ન જીવનના વિખવાદો, બાળ જન્મ અને આરોગ્યના કિસ્સાઓ, મનોરોગી, હતાશા, લગ્નેતર સંબંધો અને પારિવારિક વિખવાદો વગેરેમાં અસરકારક કાઉન્સિલગ અને અન્ય વિભાગોના સુદ્રઢ સંકલનથી સંતોષકારક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. છેડતી, અપમૃત્યુ, બળાત્કાર,જાતીય સતામણી આપધાત કે ગંભીર પ્રકારના ગુનાઓ માં પોલિસ કાર્યવાહિ સાથે પીડિતા નો યોગ્ય મદદ પહોંચાડવામાં આવી રહી છે. આવી અભિનવ,ત્વરિત અને વિશ્વસનીય સેવાઓ આપવામાં આવતી હોવાથી આજે મહિલાઓમાં અભયમ એક સાચી ‘સાહેલી’ તરીકે લોકપ્રિય બની રહી છે.
     મનોરોગી મહિલાઓ, ગૃહત્યાગ,ઘર છોડવા મજબૂર કરવું વગેરે કિસ્સાઓમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં તેમજ પરિવાર સુઘી પહોંચાડવામાં આવી રહેલ છે. બિન જરુરી કોલ, મેસેજથી હેરાનગતિ કરવી, સાયબર ક્રાઇમ,શ્રમિક મહિલાઓનાં વેતનના પ્રશ્ન, બાળલગ્ન કે જમીન મિલકતના વિખવાદોમાં આજે અભયમ અસરકારકતાથી નિરાકરણ અને સુખદ સમાધાનની દિશામાં આગળ વધી રહેલ છે. આમ સુરક્ષા ,સલામતીની સાથે સાથે પારિવારિક ઝગડાઓ અને લગ્ન જીવનના પ્રશ્નમાં સુખદ ઉકેલ દ્વારા પીડિતાના જીવનમાં આનંદ , સંતોષ,ભયમુક્ત અને પરિવાર એક્તામાં અભયમ એક આગવી ભૂમિકા ભજવી રહેલ છે.

Related posts

ચોર તત્વો સાવધાન,પોલીસ છોડશે નહીં

ApnaMijaj

કોણ હશે કલોલના “ઠાકોર સાહેબ”!

ApnaMijaj

સાબરમતી પોલીસ અને પ્રજા એક થયાં

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!