![Voice Reader](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/play.png)
![Stop Voice Reader](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/stop.png)
![Pause](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/pause.png)
![Resume](https://apnamijajnews.com/wp-content/plugins/magic-post-voice/assets/img/play.png)
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ ખેલ મહાકુંભ 2023-24 અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની
અમદાવાદ: અપના મિજાજ ન્યૂઝ
અમદાવાદ.- ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24 આતંર શાળાકીય સ્પર્ધામાં નારણપૂરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓની ટીમ અંડર-14 ફૂટબોલ(ભાઈઓ) ખેલ મહાકુંભ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની છે. શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે આ સ્પર્ધાનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદ જિલ્લાની કુલ 35 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગની શાળાએ ફાઈનલ મેચમાં શાહીબાગની રચના સ્કૂલને 3 -1 ગોલથી હાર આપીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી આ ફાઈનલ મેચમાં પ્રથમ ગોલ એરોન સુજીતે જ્યારે 2 ગોલ જલય ભટ્ટે નોંધાવ્યા હતા.