પેથાપુર પોલીસ મથક તાબાના જામનગરપુરા વિસ્તારના દારૂડિયા થર્ટી ફર્સ્ટની ઉજવણી કરે તે પહેલા એલસીબીએ ખેલ પાડી દીધો
• ખેતરમાં છુપાવેલી વિવિધ બ્રાન્ડની 80,000થી વધુની કિંમતની 288 બોટલો કબજે કરી
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
આજે વર્ષ 2023ના અંતિમ દિવસે ગાંધીનગર જિલ્લામાં દારૂ સંબંધિત કામગીરી કરવા માટે રેન્જ આઇ.જી. અને એસપીએ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને સૂચના આપી હતી. જેને લઈને એલસીબી ૦૧ની ટીમ કાર્યરત હતી તે દરમિયાન પેથાપુર પોલીસ મથક તાબાના વિસ્તારમાં આવતા જામનગર પુરા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી ૮૦ હજારથી પણ વધુની કિંમતની કુલ 288 જેટલી વિવિધ પ્રકારના બ્રાન્ડની દારૂની બોટલો પકડી પાડી હતી. જોકે દારૂ લાવનાર શખ્સ પોલીસ પકડથી દૂર રહ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી દારૂ જુગારથી કરતા તત્વો અને પકડી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એલસીબી ૦૧ના પીઆઇ ડીબી વાળા, પીએસઆઇ એચપી સોલંકી સહિતનો સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો ત્યારે એએસઆઈ રણજીતસિંહ સરદારસિંહ અને કોન્સ્ટેબલ અનોખી બળવંતસિંહને સંયુક્ત રીતે બાટલી મળી હતી કે પેથાપુર પોલીસ મથક તાબાના જામનગર પુરા ગામના ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલ નામનો વ્યક્તિએ પોતાના ખેતરમાં દારૂનો જથ્થો લાવીને રાખી મૂક્યો છે. જેથી શાખાની ટીમે ત્યાં દરોડો પાડીને અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 288 નંગ વિદેશી પ્રકારના દારૂની બોટલ કબજે કરી ઘનશ્યામ વિષ્ણુ પટેલને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.