Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

ગાંધીનગર LCBની ‘મર્દાની’ઓ અપરાધીઓ પર ભારી

ગાંધીનગર જિલ્લા એલસીબી પીએસઆઇ જે કે ઝાલા ટીમની જોશીલી કામગીરી

•સાપા ગામની સીમમાં ક્રાઇમ બ્રાન્ચની મહિલા ટીમ ત્રાટકી

એક શખ્સને અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂની બોટલ નંગ ૨૪૦૦ કિ- ૪,૫૯,૧૪૬ અને આઇસર ગાડી કિ ૫,૦૦,૦૦૦ અન્ય મુદામાલ મળી કુલ ૯,૬૦,૦૯૮ સાથે દબોચી લીધો

ગાંધીનગર: અપના મિજાજ ન્યુઝ

        ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્ર યાદવ, જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમસેટ્ટીએ અસરકારક પેટ્રોલિંગ કરી પ્રોહી- જુગાર અન્વયે પરિણામ લક્ષી કામગીરી કરવા એલસીબી પો.ઇન્સ. ડી.બી. વાળાને સુચના આપતા તેઓએ અલગ અલગ ટીમો બનાવી ખાસ પેટ્રોલિંગ કરવા સુચના આપી હતી. જે સંદર્ભે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

         ગાંધીનગર સ્થાનિક ગુના શોધક શાખાની ચાલી રહેલી કામગીરીના ભાગરૂપે શાખાના મહિલા પીએસઆઇ જાગૃતિબા કે. ઝાલા તેમની ટીમ સાથે કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ જ્યોતિકુમારી બ્રીજમોહનને મળેલ ચોક્કસ બાતમી આધારે સાપાં ગામની સીમ, અતિથિ ફાઈબર કંપનીની પાછળ બાયડ- દહેગામ રોડની બાજુમાંથી આઈસર ટ્રક નં GJ09X9851માંથી વિદેશીદારૂ બોટલ નંગ 2400 પેટીઓ નંગ 143 કિ. 4,59,168 તથા આઇસર કિ.5,00,000 તથા એક નોકિયા કંપનીનો મોબાઇલ કિ. 500 તથા રોકડ 430 મળી કુલ રૂ.9,60,098 મુદ્દામાલ સાથે બસીરખાન અલીખાન બેલીમ ઉ.વ 57 રહે. સાંચોર ઝેડિયાવાસ થાણા રાજસ્થાન વાળાને ઝડપી પાડ્યો હતો જ્યારે પ્રિતેશ કલાલ નામના વ્યક્તિને પકડી પાડવા પોલીસે દોડ લગાવી છે.

    આ કામગીરીમાં ડી બી વાળા, પો ઇન્સ, પો.સ.ઇ. જે. કે. ઝાલા અ.હે.કો વિજયકુમાર ભીખાભાઈ કિરપાલસિંહ વનરાજસિંહ, રાજવીરસિંહ અત્તરસિંહ, સુરપાલસિંહ દિલીપસિંહ, કૈલાશબા બળવંતસિંહ, જ્યોતિકુમારી બ્રીજમોહન અને હેતલબેન પ્રકાશભાઇ જોડાયેલ હતાં.

Related posts

બોપલમાં હાહાકાર મચાવનાર પાંચ લોકો ઝબ્બે

ApnaMijaj

કચ્છમાં અભ્યમની ‘ખુશ્બુ’એ પીડીતાની જીવન’રેખા’ બદલી

ApnaMijaj

સાબરમતી પોલીસ અને પ્રજા એક થયાં

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!