Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

કલોલ મહિલા સહાયતા કેન્દ્રની સરાહનીય કામગીરી

કલોલમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર નેહાબેન પંડ્યાની મહિલા જાગૃતિ અંગે સરાહનીય કામગીરી

પાનસર ગામે નર્સિંગ કોલેજની 200થી વધુ વિદ્યાર્થીનીઓને જાતીય સતામણી સામે લડવાના પાઠ શીખવાડવામાં આવ્યાં

જાતીય સતામણી જાગૃતિ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓએ પણ ભાગ લઈ માર્ગદર્શન આપ્યું

• ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને માર્ગદર્શનની સાથોસાથ સખી સંકટ મોબાઈલ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવવામાં આવી

અમદાવાદ: (અપના મિજાજ ન્યુઝ)

 

       કલોલ તાલુકા પોલીસ મથક સ્થિત મહિલા સહાયતા કેન્દ્રના ઉપક્રમે કાઉન્સેલર નેહાબેન પંડ્યાના નેતૃત્વમાં મહિલા જાગૃતિ અંગે અનેક કાર્યક્રમો કલોલ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત કરવામાં આવતા હોય છે. જે કાર્યક્રમમાં મહિલાઓ તેમજ બાળાઓને જાતીય સતામણી, દહેજ પ્રતિબંધક ધારા સહિતના મહિલા ઉત્પિડન કરતા અપરાધો સામે લડાયક બનવા માટેની સમજણ અને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. જે અંતર્ગત તાલુકાના પાનસર ગામે આયોજિત કાર્યક્રમમાં 200 જેટલી નર્સિંગની વિદ્યાર્થીનીઓને સંકટ સખી મોબાઈલ એપ ડાઉનલોડ કરાવી જાતીય સતામણી સામે લડવાના પાઠ શીખવાડવામાં આવ્યા હતા.

       મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા તાજેતરમાં કલોલ તાલુકાના પાનસર ગામે આવેલી શારદા નર્સિંગ કોલેજમાં આવા જ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં નર્સિંગ કોલેજની 200 વિદ્યાર્થીનીઓ સાથે કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ તેમજ નાગરિકોને જાતીય સતામણી 2013 એક્ટ મુજબ મહિલા જાગૃતિ કરણની વિસ્તૃત ચર્ચા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં મહિલાઓને તેમના કામકાજના સ્થળે કરવામાં આવતી જાતીય સતામણી કેવી રીતે અટકાવી શકાય અને જો તેમ ન હોય તો તેની સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી પીરસવામાં આવી હતી.

    કાર્યક્રમમાં ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રોફેસર શૈલેષ બ્રહ્મભટ્ટ, પોલીસ સી ટીમના કોન્સ્ટેબલ હર્ષિદાબેન સહિત મહિલાઓ માટે કાર્યરત સરકારના વિવિધ વિભાગના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાપરમાં વિજિલન્સ ત્રાટકી:૩૧.૮૬ લાખનો માલ પકડાયો

ApnaMijaj

ગાંધીનગર LCBએ નશેડીઓની થર્ટી ફર્સ્ટ બગાડી!

ApnaMijaj

ગાંધીનગરના કર્મયોગીઓ અને મુસાફરો માટે સુવિધા

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!