Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

કચ્છ અને કડી પોલીસનો આરોપી 21 વર્ષે પકડાયો

કચ્છમાં પત્નીની હત્યા કરી ભાગ્યો, કડીમાંથી બાળકીનું અપહરણ કરનાર 21 વર્ષે કચ્છ પોલીસના હાથે દબોચાયો

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની

       કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ લાંબા સમયથી ગુન્હો કરી ફરાર થઇ ગયેલા આરોપીઓની શોધ માટે સક્રિય છે. ત્યારે આવો જ એક આરોપી પચ્છિમ કચ્છ ભુજ પેરોલ ફર્લો સ્કોડના હાથે ઝડપાઇ ગયો છે. 21 વર્ષથી મા્ંડવીમાં થયેલ હત્યાના ગુન્હામાં તે ફરાર હતો અને સી.આઇ.ડી ક્રાઇમ દ્રારા તેના પર 10 હજારનુ ઇનામ પણ જાહેર કરાયુ હતુ. પચ્છિમ કચ્છના 10 વોન્ટેડ આરોપીમાં ઝડપાયેલો શખ્સ ક્રમાંકે બીજા નંબર પર હતો. જેને ભુજ આર.ટી.ઓ નજીકથી પેરોલ ફર્લો સ્કોડ પકડી પાડ્યો છે. જો કે 21 વર્ષ દરમ્યાન તેને પકડવા માટે થયેલી પોલિસની મહેનત પણ જાણવા જેવી છે.
      ભુજમાં રહેતા રમેશ ગોરધનદાસ ઠક્કરે વર્ષ 2001માં અલ્કા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે પત્નીના ચારિત્ર્ય પર શંકા હોતા 2002માં તે પત્નીને માંડવી લઇ ગયો હતો અને ત્યા ગળેટુંપો આપી હત્યા કરી નાશી ગયો હતો. ત્યારથી અત્યાર સુધી તે પોલિસને હાથે લાગ્યો ન હતો. મુંબઇ સહિત ગુજરાતના અલગ-અલગ સ્થળે તે ફરતો રહ્યો પરંતુ તેની કોઇ માહિતી પોલીસને મળતી નહોતી. જેથી પોલીસે તેને કચ્છના વોન્ટેડ નાસતા ફરતા આરોપીમાં ક્રમાંકે બીજા નંબરનો આરોપી જાહેર કરી તેના પર 10,000નુ ઇનામ જાહેર કરવામાં આવ્યુ હતુ.
      ટેકનોલોજીના યુગમાં પોલિસ માટે ગુન્હેગાર પકડવો મુશ્કેલ નથી કેમકે તેના દ્રારા પોલીસ કોઇ પણ કડી મેળવી શકે છે. પરંતુ રમેશ ઠક્કર મોબાઇલ ફોન વાપરતો ના હોવાથી તેની કડી મેળવવી મુશ્કેલ હતી તેમાય હત્યાના આરોપીની કોઇ તસ્વીર પણ પેરોલ ફર્લો તથા અન્ય પોલીસ પાસે હતી નહીં. તેમ છતાં પોલીસ હત્યાના આરોપીને પકડવા માટે આશાવાદ રાખીને બેઠી હતી અને અલગ-અલગ જગ્યાએથી બાતમી મેળવી રહી હતી તેવામાં જ હ્યુમન સોર્સની મદદથી પેરોલ ફર્લો સ્કોડના ધમેન્દ્ર રાવલ, વિરેન્દ્રસિંહ પરમારને પત્નીની હત્યાનો આરોપી માતાના મઢ દર્શન માટે આવે છે તેવી બાતમી મળી હતી જે આધારે ડી.બી,વાધેલા અને ટીમ દ્રારા ભુજ આરટીઓ કચેરી પાસેથી પકડી પાડ્યો હતો.

કચ્છમાં પત્નીની હત્યા કરનાર રમેશ બની ગયો દિપક જોષી

            કચ્છના માંડવીમાં પત્નીની હત્યા કરનાર રમેશ ઠક્કરનો મોબાઇલ નંબર કે તેની કોઇ તસ્વીર પોલીસ પાસે એટલું જ નહીં તે ભુજમાં કોઈ લોજમાં નોકરી કરતો હતો તેના માલિકનું પણ મૃત્યુ થઈ જતાં ભાગેલું આરોપીની ઓળખ અઘરી બની હતી. પરંતુ હાલ જ્યારે તે પકડાયો ત્યારે પોલીસે કરેલી તપાસમાં તે દિપક જોષી નામ ધારણ કરી રહેતો હોવાની વિગતો પણ સામે આવી છે.

રહેવાની સુવિધા મળે એ માટે કડીમાંથી એક પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યું

     પેરોલ ફર્લો સ્કોડની તપાસમાં હત્યા કરી ફરાર થયા બાદ રમેશ કડી-મહેસાણા રહેતો હતો. જ્યા તેને નામ બદલવા સાથે થોડા સમય ત્યા રહ્યા બાદ કડીના પ્રવિણ પટેલ નામના વ્યક્તિની 5 વર્ષની પુત્રીનુ અપહરણ પણ કર્યુ હતુ. અને 5 વર્ષ પોતાની સાથે રાખી હતી. જેથી તેને અન્ય જગ્યાએ સહેલાઇથી રહેવા માટે સ્થાન મળી જાય જો કે બાદમાં ગાંધીધામમાં તેના સંબધીને ત્યા છોકરીને સોંપી મહેસાણા કડી પહોંચાડવાનું કહી ગયાની વિગતો સામે આવી છે. જેથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કડી પોલીસને આ અંગે જાણ કરાઇ છે.

એકલવાયુ જીવન જીવતાં રમેશને પકડવો પોલીસ માટે પડકાર જનક હતું

         ભુજનો રમેશ ઠક્કર પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી તેને માંડવી લઈ ગયા બાદ તેની હત્યા કરીને કચ્છ છોડીને ભાગી ગયો હતો. જો કે તે મોબાઈલ ફોન વાપરતો ન હતો એટલું જ નહીં પરંતુ તેની કોઈ તસ્વીર કે અન્ય કોઈ સગા સંબંધી સાથેનો સંપર્ક પોલીસને નહીં થતાં તેને પકડવો પોલીસ માટે પડકાર જનક બન્યું હતું. ભાગેલું આરોપીને પકડી પાડવા પોલીસ મક્કમ બની હતી અને આ અંગે આશાવાદ પણ હતી તેવામાં 21 વર્ષ પેરોલ ફર્લો સ્કોડને તેને પકડવામાં સફળતા મળી છે.

Related posts

વડનગરના હીરલ દેસાઈએ “હીર” ઝળકાવ્યુ

ApnaMijaj

કલોલના ધાડપાડુને એલસીબીએ દબોચ્યો

ApnaMijaj

વડનગરના ઉત્સાહી યુવાને રબારી સમાજનું નામ રોશન કર્યું

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!