ક્રેડીટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લિમીટેડ દ્રારા ધોરણ ૧૦માં સારા માર્કસ સાથે પાસ થયેલ ત્રણ વિદ્યાર્થીનીઓને રૂપિયા પંદર હજાર શિષ્યવૃત્તિ દરેક વિદ્યાર્થીનીના બેન્ક ખાતામા અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના હસ્તે પ્રશંસા પત્ર આપવામાં આવ્યા હતા.
ક્રેડીટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત શિષ્યવૃતિ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના ઝોનલ મેનેજર વિજયકુમાર જલ્લું, લાઈઝનીંગ અધિકારી પ્રદીપ કુમાર ભટ્ટ,લાલાભાઇ બારીયા ડિવિઝનલ મેનેજર, દિલીપભાઈ રાઠવા એરીયા મેનેજર અને રાજેશ બારીયા બ્રાન્ચ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.