Apna Mijaj News
શિક્ષણકાર્ય

ગુજરાત સરકાર શિક્ષણના વિકાસ માટે કટિબદ્ધ

  • અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ધોરણ ૧ થી ૮ના SEBCના ૭૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ ચૂકવાઇ: – સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

  • વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫થી પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા દૂર કરાઈ છે

અમદાવાદ : (અપના મિજાજ ન્યુઝ)

       મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તમામને શિક્ષણ ઉપલબ્ધ થાય અને ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અરવલ્લી જિલ્લામાં તા. ૩૧ માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ- SEBCના ૭૩,૩૦૧ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી,જે પૈકી તમામ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને કુલ
રૂ. ૭.૧૦ કરોડથી વધુ રકમની શિષ્યવૃતિ સહાય પેટે ચૂકવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં વટવાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું.

        મંત્રી શ્રી બાબરીયાએ પેટા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે,SEBC વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫થી પ્રિ- મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા દૂર કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયના હેતુથી ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૭૫૦ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જ્યારે એકથી પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક રૂ. ૭૫૦ તેમજ ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક રૂ. ૧૦૦૦ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
પ્રિ- મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ગુજરાતમાં વર્ષ ૧૯૭૮-૭૯ માં શરૂ કરવામાં આવી હતી તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Leave a Comment

error: Content is protected !!