છેલ્લા બે વર્ષમાં ૧૪ સરકારી આઈ.ટી.આઈના નવીન ભવનના નિર્માણ કરાયા
સંજય જાની (અપના મિજાજ ન્યુઝ)
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં રસ ધરાવતા તમામ યુવાનોને આઈ.ટી.આઈમાં ઉત્તમ કક્ષાનું કૌશલ્યલક્ષી શિક્ષણ-સુવિધા આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે હાલમાં રાજ્યમાં તમામ ૩૩ જિલ્લામાં ૨૭૧ સરકારી આઈ.ટી.આઈ પોતાના ભવન-મકાનમાં કાર્યરત છે, તેમ વિધાનસભા ગૃહમાં નરોડાના ધારાસભ્ય શ્રી પાયલ કુકરાની દ્વારા પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રમ,કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ પેટા પ્રશ્નની વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં તા. ૩૧ જુલાઈ ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સરકારી આઇ.ટી.આઇના ૧૪ નવીન ભવનોના નિર્માણ કરવામાં આવ્યા છે. આ નવીન ભવનમાં ગોત્રી,ગીર સોમનાથ,ચાણસ્મા, બીલીમોરા, વિસનગર, વાગડોદ, ડેસર ,વઘઈ અને પાવી જેતપુર વગેરે આઇ.ટી.આઈનો સમાવેશ થાય છે.